ચૂલના મેળાની શરૂઆત થઈ:હોળી પછી પાંચ દિવસ ચૂલના મેળા ચાલશે, બાધા પૂર્ણ કરવા ખુલ્લા પગે ચૂલમાં ચાલવાની માનતા

છોટા ઉદેપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

છોટા ઉદેપુર જિલ્લામાં હોળીના બીજા દિવસથી ચૂલના મેળાની શરૂઆત થઈ ચૂકી છે. આદિવાસી સમાજના લોકો પોતાની બાધા પૂરી કરવા ખુલ્લા પગે ચૂલમાં ચાલતા નજરે પડી રહ્યા છે. હોળી આદિવાસીઓનો સૌથી મોટો તહેવાર છે. આદિવાસીઓમાં હોળી અને મેળાઓનું ખૂબ જ મહત્વ રહેલું છે. આ હોળીમાં આદિવાસીઓ પોતાની બાધાઓ પૂરી કરતા નજરે પડી રહ્યા છે. હોળી પહેલા અને હોળી બાદ મેળાઓનું આયોજન કરવામાં આવે છે. આ મેળાઓમાં લોકો મોજ મસ્તીની સાથે સાથે બાધાઓ પૂર્ણ કરી રહ્યા છે. હોળીના બીજા દિવસથી અલગ અલગ ગામોમાં વિવિધ મેળાઓ શરૂ થાય છે. ત્યારે આજરોજ છોટા ઉદેપુર ખાતે ચૂલના મેળાની શરૂઆત થઈ ચૂકી છે.

શું મહત્વ છે ચુલના મેળાનું ?
ચૂલમાં મેળામાં આદિવાસીઓ મોટેભાગે વર્ષ દરમિયાન રાખવામાં આવતી બાધાઓ પૂર્ણ કરે છે. ચૂલમાં ચાલતા પહેલા ભૂખ્યા રહીને મેળામાં જાય છે અને બાધાઓ પૂરી કરવા માટે ચૂલમાં ખુલ્લા પગે ચાલીને ઉતરે છે અને બાધા પૂર્ણ કરે છે.

મેળામાં મોજ મસ્તી સાથે બાધા પૂર્ણ કરે છે
હોળી બાદ યોજાતા મેળામાં આદિવાસી સમાજનું યુવાધન મોજમસ્તી, ઢોલના તાલે નાચગાન કરતા નજરે પડે છે. તો કેટલાક લોકો પોતાની બાધાઓ પણ પૂર્ણ કરવા મેળામાં આવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...