કામગીરી:જિલ્લા-તાલુકાની દરેક રેશનિંગની દુકાનોમાં વધારાનો જથ્થો અપાશે

જબુગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યના અંત્યોદય, બીપીએલ, એપીએલ કાર્ડ ધારકોને રાહત દરે તેમજ વધારાનો જથ્થો વિના મૂલ્યે અપાશે

રાજ્ય સરકાર દ્વારા અપાતા નિયત જથ્થાની સાથે સાથે કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત અનાજના જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લા સહિત બોડેલી તાલુકાની દરેક રેશનિંગની દુકાનોમાં જથ્થો મોટેભાગે પહોંચી ગયો છે. ત્યારે રાજ્યના અંત્યોદય, બીપીએલ, એપીએલ કાર્ડ ધારકોને તેમજ રાજ્યના કોઈ નાગરિક ગરીબ, અંત્યોદય, મધ્યમવર્ગના પરીવારને વિના મુલ્યે ઘઉં, ચોખા સહિતના પુરવઠાનું વિના મુલ્યે વધારાનો જથ્થો આવા પરીવારને વિતરણ કરવામાં આવી રહ્યો હોવાનું છોટાઉદેપુર જિલ્લા લધુમતી મોરચાના પ્રમુખ તેમજ જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિના સભ્ય ઈશાકભાઈ જુજારાએ જણાવ્યું હતું.

ત્યારે બોડેલી તાલુકાના તાંદલજા ગામે સસ્તા અનાજની દુકાને ગરીબ પરિવારોને છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન પ્રકાશસિહ વાસદિયા, બોડેલી તાલુકા પંચાયતના સદસ્યો સહિત ભાજપના આગેવાન કૌશિકભાઈ પટેલ, નરપતભાઈ રાઠવાના હસ્તે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત કીટનુ વિના મુલ્યે ગરીબ પરિવારોને વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...