ધરપકડ:સનાડાની યુવતીને ગળે ટૂંપો આપી હત્યા કરનાર આરોપી ઝડપાયો

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક યુવતી તથા આરોપી યુવક. - Divya Bhaskar
મૃતક યુવતી તથા આરોપી યુવક.
  • આરોપીને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડ્યો
  • ​​​​​​​પ્રેમીએ ઝઘડો ​​​​​​​થતાં ગળું દબાવી હત્યા કરી હોવાનું કબૂલ્યું

છોટાઉદેપુરના રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા. 12 એપ્રિલના રોજ અત્રોલી ગામે ખુંદાપીપળા ફળીયાની સીમમાં લીલાબેન તે હરસીંગભાઇ જોરીયાભાઇ રાઠવા ઉ.વ. 23 રહે. સનાડા તા.જિ.છોટાઉદેપુર નાઓની લાશ મળી આવેલ હતી. મરણ જનારને કોઇ અજાણી વ્યકિત દ્વારા શરીરે ઇજાઓ પહોંચાડી ગળામાં ટુંપો આપી મોત નીપજાવતા રંગપુર પોલીસ સ્ટેશનમાં મરણ જનાર પિતા દ્વારા ફરીયાદ આપવામાં આવી હતી. જે અંગે પોલીસ અધિકારીઓએ તપાસ આરંભી હતી.

હયુમન સોર્સીસ અને ટેકનીકલ સર્વેલન્સ ટીમ દ્રારા અલગ-અલગ દિશામાં તપાસ કરાવતા એવી હકીકત જણાય આવેલ કે આ કામે મરનાર લીલાબેન હરસીંગભાઇ રાઠવા તથા આ કામના આરોપી કરશનભાઇ વેસ્તાભાઇ રાઠવા રહે. અત્રોલી ખુંદાપીપળા ફળીયા તા.જિ. છોટાઉદેપુરની વચ્ચે પ્રેમ સંબધ હતો. જેથી કરશનભાઇ રાઠવાની તપાસ કરી તેની પૂછ-પરછ કરતા પ્રથમ તે ગલ્લા-તલ્લા કરી ઉડાવ જવાબ આપતો હતો. પંરતું તેને વિશ્વાસમાં લઇ ઘનિષ્ઠ અને ઉડાણપૂર્વક પુછ-પરછ કરતા અંતે તેને પોતે ગુનો કરેલાની કબુલાત કરી હતી. અને જણાવેલ કે મરનાર લીલાબેન રાઠવાને તે પ્રેમ કરતો હતો.

જેથી લીલાબેને તેને છોટાઉદેપુર આવવા કહેતા તે બાઈક લઇને છોટાઉદેપુર આવ્યો હતો અને ત્યારબાદ યુવતીને બાઈક ઉપર બેસાડી ખુંદાપીપળા ફળીયાની સીમમાં લઇ ગયેલ હતો. ત્યાં મૃતક યુવતીના મોબાઇલ ફોન ઉપર અલગ-અલગ વ્યકિતઓના ફોન આવતા હોય જેથી આરોપીએ યુવતીને કહેલ કે કોના ફોન આવે છે. હું તારી સાથે છું તેમ છતા તુ અન્ય વકિતઓ સાથે ફોનથી વાતો કેમ કરે છે. તે બાબતે બન્ને વચ્ચે ઝઘડો થયેલ અને ઝપાઝપી કરી એક બીજા સાથે મારા-મારી થયેલ હતી.

તે દરમ્યાન આ કામના આરોપી કરશનભાઇ રાઠવાએ મરણ જનાર લીલાબેનનું ગળું દબાવી દઇ સ્થળ ઉપર મોત નિપજાવી સ્થળ ઉપરથી ભાગી ગયેલાની હકીકત જણાવી ગુનો કરેલાની કબુલાત કરતા સી.આર.પી.સી. 41 (1) એ મુજબ આરોપીની અટકાયત કરી રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...