કાર્યવાહી:છોટાઉદેપુરમાં પ્રોહીના ગુનામાં 3 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રમેશ રાઠવા - Divya Bhaskar
રમેશ રાઠવા
  • કવાંટ-નસવાડી ચોકડી પાસેથી આરોપી ઝડપાયો
  • આરોપીને​​​​​​​ ઝડપી કાર્યવાહી કરવા કવાંટ પોલીસ સ્ટેશને સોંપાયો

છોટાઉદેપુર એલસીબી પોલીસ દ્વારા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુન્હામાં ત્રણ વર્ષથી નાસ્તો ફરતો રાજ્ય બહારના આરોપી રમેશભાઇ ખુમાનસીંગ ઉર્ફે ખુમસીંગભાઇ રાઠવા રહે. નાના રાયછા તા. કઠીવાડા જિ. અલીરાજપુરને જિલ્લાની કવાંટ નસવાડી ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો.

પી આઈ એચ.એચ. રાઉલજીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના કામે પકડવાનો બાકી આરોપી કવાંટ નસવાડી ચોકડી ઉપર ઉભેલ છે. જેથી એલ.સી.બી. પોલીસ દ્વારા બાતમી મુજબ તપાસ હાથ ધરી કવાંટ નસવાડી ચોકડી પાસેથી ઉપરોક્ત ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી કવાંટ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...