દુર્ઘટના:પાનવડમાં આકસ્મિક શોર્ટસર્કિટથી આગ લાગતાં ત્રણ મકાનોને નુકસાન

પાનવડ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાનવડ ખાતે લાગેલ આગની લપેટમાં ત્રણ મકાનોને ભારે નુકશાન પહોંચ્યું હતું. - Divya Bhaskar
પાનવડ ખાતે લાગેલ આગની લપેટમાં ત્રણ મકાનોને ભારે નુકશાન પહોંચ્યું હતું.
  • કાપડની દુકાનમાં મોડી રાત્રે આગ લાગતાં લાખોનો માલસામાન બળી ગયો

પાનવડ ગામે રહેતા પંચોલી ત્રીકમભાઈ દલસુખભાઈ જેઓ કાપડના વેપારી છે. તેઓને ત્યાં ગતરોજ રાત્રે 1-30 કલાકે કાંપડની દુકાનમાં આકસ્મિક આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. માલ સામાન સંપૂર્ણ નાશ થઈ ગયો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખું મકાન પણ બળી ગયેલ છે. જ્યારે તેઓની આજુબાજુમાં બે મકાનો પણ આગની લપેટમાં આવ્યા હતા. જેમાં પંચોલી કૌશિક ભાઈ નટુભાઈ જેઓના મકાનને જ્યારે બીજી બાજુના મકાન માલિક પ્રવીણભાઈ ઓચ્છવભાઈના મકાનને આગે લપેટમાં લેતા તેઓના મકાનને નુકસાન થયેલ છે.

જ્યારે પંચોલી ત્રીકમભાઈ દલસુખભાઇનો દુકાનનો તમામ માલસામાન બળીને ખાખ થઇ ગયેલ છે. આગ લાગ્યાની ગ્રામજનોને ખબર પડતાં તમામ એકત્રિત થઈને આગને કાબુમાં લેવા પાણીનો છટકાવ પણ કર્યો હતો. પણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કાબુમાં આવે તેમ ન હતી. છોટાઉદેપુર ખાતે ફાયર ફાઇટર માટે પણ ફોન કરવામાં આવ્યો હતો. પરંતુ ફાયર-ફાઇટર અઢી કલાકે સ્થળ પર આવ્યું હતું. તે દરમિયાન આગ બેકાબૂ બની ગઇ હતી. 

કવાંટ તાલુકો બન્યો 1998ના વર્ષમાં પરંતુ આજદિન સુધી ફાયર ફાઈટરની સુવિધા નથી. જેથી કરીને આકસ્મિક આગ સમયે આગને કાબૂમાં લઈ શકાય તેમ નથી. ગત વર્ષે તંત્ર દ્વારા ફાયર ફાઈટરની ખરીદી કરવા માટે પંદર લાખ રૂપિયા આપવામાં આવેલ હતા. પરંતુ ફાયર ફાઇટર ખરીદી કરવામાં આવેલ નથી.

ખોસ ગામમાં ખેતરમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં નવ હજાર નિલગીરીઓ બળી ગઈ

છોટાઉદેપુર | છોટાઉદેપુર નજીક ખોસ ગામમાં તા 28 ના રોજ છ હેકટરની અંદર નવ હજાર જેટલી નીલગીરી શોર્ટ સર્કિટથી સળગીને ખાખ થઈ જતા નુકશાન થવા પામ્યું છે. ખોસ ગામની અંદર રાકેશભાઈ પટેલનું ખેતર આવેલ છે. ત્યાં આગળ છ હેકટર જમીનમાં નીલગીરીનું પ્લાન્ટેશન કર્યું હતું. અચાનક તા 28ના પવન ફૂંકાતાં નજીકમાં ઇલેક્ટ્રિક લાઈન જતી હતી. તેમાંથી શોર્ટ સર્કિટ થતાં નિલગીરીઓ સળગવા લાગી હતી. નીચે પડેલ કચરાને લઈ આગે રુદ્ર સ્વરૂપ ધારણ કરતા તમામ નિલગીરીઓ સળગી ગઈ હતી અને ભારે નુકશાન થયું હતું. 

અન્ય સમાચારો પણ છે...