હત્યા:સનાડા ગામની યુવતીને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યા ઇસમે ઝપાઝપી બાદ ઓઢણી વડે ગળું દબાવી દીધું
  • હત્યાનું કારણ અકબંધ, યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી

છોટાઉદેપુર તાલુકાના સનાડા ગામે બામણી ફળિયામાં રહેતી લીલાબેન હરસિંગભાઈ રાઠવા ઉં 23 વર્ષની યુવતીને અજાણ્યા ઇસમે એકાંત જગ્યામાં લઈ જઈ ઝપાઝપી કરી ઓઢણી વડે ગળામાં ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી હતી. આ અંગે છોટાઉદેપુરના રંગપુર પોલીસ મથકે યુવતીના પિતા હરસિંગભાઈ જોરીયાભાઈ રાઠવાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે તા 12 એપ્રિલ 2022ના રોજ 9 વાગ્યાની આસપાસ આંત્રોલી ગામે ખૂંદા પીપળા ફળિયાની સીમમાં એકાંત જગ્યામાં એક અજાણ્યો ઇસમ મરનાર લીલાબેન હરસિંગભાઈ રાઠવાને લઈ ગયેલ અને ત્યાં અગમ્ય કારણોસર મરનાર લીલાબેન સાથે ઝપાઝપી કરી મોઢાના તથા ચહેરાના ભાગે ઇજાઓ કરી ગળામાં ઓઢણીના એક છેડા વડે વીંટાળી ગળામાં ટૂંપો આપી મોત નિપજાવતા રંગપુર PSI એન.એમ. ભુરિયા તપાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...