તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:તંબોલીયામાં બાઇક સ્લિપ થતાં અણિયાદ્રીના યુવાનનું મોત થયું

પાવીજેતપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બોડેલીથી વડોદરા એસએસજી લઇ જવાતાં સારવારમાં મોત

પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના અણિયાદ્રી ગામના રહીશ કમલેશભાઈ શંકરભાઈ રાઠવા (ઉ.વ. 30) પોતાના ઘરેથી તેઓની સાસરી મજીગામ મુકામે મોટરસાયકલ લઈને જઈ રહ્યા હતા, તે સમયે મોટરસાયકલ ઉપરથી કાબૂ ગુમાવી દેતા તંબોલીયા ગામે રોડ ઉપર તેઓની મોટરસાયકલ સ્લીપ ખાઇ જતાં કમલેશભાઈ રાઠવાને માથાના ભાગે તથા શરીરે તેમજ હાથે-પગે ગંભીર ઇજાઓ પહોંચી ફેક્ચર થઈ ગયું હતું.

તાત્કાલિક કમલેશભાઈ રાઠવાને પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવી પ્રાથમિક સારવાર આપી બોડેલી મુકામે ખસેડવામાં આવ્યા હતા. કમલેશભાઈની હાલત વધુ ગંભીર હોવાના કારણે બોડેલીથી વધુ સારવાર માટે વડોદરા એસએસજીમાં લઈ જવા પડ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન કરૂણ મોત થયું હતું. આમ, પાવીજેતપુર તાલુકાના તંબોલીયા ગામે રોડ ઉપર અણિયાદ્રીના યુવાન કમલેશભાઈ રાઠવાની બાઈક સ્લીપ ખાઈ જતા ગંભીર ઘાયલ થતાં સારવાર દરમિયાન કરૂણ મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...