છોટાઉદેપુર જિલ્લાના વસેડી ગ્રુપ પ્રાથમિક શાળામાં બાળકોના હાથમાં પુસ્તકના બદલે ડોલ, સાવરણી વગેરે જોવા મળી રહી છે. બાળકો શાળાનાની બહાર કચરો વાળતા વાયરલ થયેલ વિડીઓમાં જણાઈ રહ્યું છે. સમગ્ર વીડિઓ જોતા કચરો વાળતા બાળકોના અભ્યાસના બદલે સાફ સફાઈ કરતા જોવા મળી રહ્યા છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના વસેડી ગ્રુપ પ્રાથમિક શાળામાં બાળકોના હાથમાં પુસ્તકને બદલે સાવરણા કચરો નાખવા મોકલ્યા હોવાનો વિડીયો વાઇરલ થતાં સમગ્ર શિક્ષક આલમમાં અને પ્રજામાં ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ હવે આદિવાસી બાળકોને ભણવું છે. છતાંય બાળકોને શિક્ષણની જગ્યાએ સફાઈ કામમાં જોતરતા ં ગ્રામજનો સવાલો ઉઠાવી રહ્યા છે.
પેન્સિલ છોલતા ક્લાસરૂમમાં પડેલો કચરો સાફ કરતા હતા
વસેડી શાળાના બાળકો શાળાના કલાસરૂમમાં બેસતા હોઇ પેન્સિલ છોલતા ક્લાસરૂમમાં પડેલો કચરો સાફ કરતા હતા. કચરો સાફ કરતા કચરો બહાર લાવ્યા હતા. અમે મેદાનની કોઈ સાફ સફાઈ કરાવી નથી. એના માટે સફાઈ કર્મચારી આવે છે. - મધુબેન રાઠવા, વસેડી શાળાના આચાર્ય (ટેલીફોનીક વાતચીત)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.