તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
છોટાઉદેપુર જિલ્લામાં કોરોના કોવિડ-19ના કેસો છેલ્લા 15 દિવસથી ઓછા નોંધાઈ રહ્યા છે. ઓછા કેસો નોંધાતા જિલ્લાની પ્રજામાં ખુશી પણ જોવા મળી રહી છે. અત્યાર સુધી છોટાઉદેપુર જિલ્લામાં કુલ 770 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. બુધવારે તારીખ 30 ડિસેમ્બરના રોજ નવો 1 કેસ નોંધાતાં જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક 771 ઉપર પહોંચ્યો છે. બુધવારે જિલ્લામાં જે 1 પોઝિટિવ કેસ આવ્યો તેમાં 26 વર્ષની યુવતી સજવા ગામ પાવીજેતપુરનો સમાવેશ થાય છે.
બુધવારના રોજ જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી 429 એન્ટીજન અને આરટીપીસીઆર સેમ્પલ કોરોના તપાસ અર્થે લેવામાં આવ્યા હતા. જિલ્લામાં હાલમાં કુલ 733 દર્દીઓ સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 14 દર્દીઓ એડમિટ છે. અને 21 દર્દીના મોત થયા છે. બુધવારે જિલ્લામાંથી સાજા થઈ જતા 2 દર્દીને રજા આપી દેવામાં આવી હતી. અત્યાર સુધીમાં કોરોના વાઈરસના સૌથી વધારે કેસ બોડેલી તાલુકાના 252 નોંધાયા છે. બીજા ક્રમે છોટાઉદેપુર તાલુકાના 201 કેસ નોંધાયા છે. સંખેડા તાલુકા 148 કેસ, કવાંટ તાલુકા 70 કેસ, પાવીજેતપુર તાલુકામાં 55 કેસ, નસવાડી તાલુકામાં 45 કેસ પોઝિટિવ નોંધાયા છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.