તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:છોટાઉદેપુર જિલ્લામાં વધુ 5 કેસ સાથે કુલ 544

છોટાઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જબુગામમાં 1, છોટાઉદેપુરમાં 1, કવાંટમાં 1, નસવાડીમાં કોરોનાના 2 કેસ નોંધાયા
  • જિલ્લામાં બોડેલી તાલુકામાં સૌથી વધુ 186 કેસ નોંધાયા

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. રોજેરોજ જિલ્લામાં કેસોની સંખ્યામાં વધારો થતાં પ્રજા ભયભીત જોવા મળી રહી છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 539 કેસ પોઝિટિવ નોંધાયા હતા. મંગળવાર તા 13/10/20ના નવા 5 કેસ ઉમેરાતા કુલ પોઝિટિવ કેસનો આંક 544 ઉપર પહોંચ્યો છે.

મંગળવારે જિલ્લામાં જે પોઝિટિવ કેસ આવ્યા તેમાં (1) 31 વર્ષ યુવાન જબુગામ બોડેલી (2) 52 વર્ષ પુરુષ રાજપૂત ફળીયા છોટાઉદેપુર (3) 29 વર્ષ યુવાન નવી વસાહત કવાંટ (4) 34 વર્ષ યુવતી પલાસણી નસવાડી (5) 40 વર્ષ મહિલા નસવાડી પોઝિટિવ આવ્યા છે. મંગળવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી 698 એન્ટીજન અને આર્ટીફિશિયલ સેમ્પલ કોરોના તપાસ અર્થે લેવામાં આવ્યા હતા. જિલ્લામાં હાલમાં 490 દર્દીઓ સજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 37 દર્દી એડમિટ છે અને 14ના મોત થયા છે. મંગળવારે જિલ્લામાંથી 4 દર્દીઓને સાજા થઈ જતા રજા અપાઈ હતી. કોરોનાના સૌથી વધારે કેસ બોડેલી તાલુકાના 186 નોંધાયા છે. બીજા ક્રમે છોટાઉદેપુર તાલુકાના 138, સંખેડા તાલુકા 109 કેસ, કવાંટ તાલુકા 43 કેસ, પાવીજેતપુર તાલુકા 39 કેસ નસવાડી તાલુકામાં 29 કેસ પોઝીટીવ નોંધાયા છે.

બોડેલી સેવાસદનના કોરોનાગ્રસ્ત 7 કર્મીઓ સ્વસ્થ થઈ ફરજ પર આવ્યા
બોડેલીમાં કોરોનાના દર્દીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે બોડેલી સેવાસદનના 7 જેટલા કર્મચારીઓ પોઝિટિવ આવ્યા પછી સ્વસ્થ થઈને નોકરી પણ પરત ફર્યા છે. મનરેગા વિભાગના પાંચેક કર્મચારીઓ કોરોના ગ્રસ્ત આવ્યા હતા. જ્યારે તાલુકા પંચાયત વિભાગના બે કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. બોડેલીમાં 186 કોરોનાના દર્દીઓ નોંધાયા છે. જબુગામમાં 31 વર્ષીય યુવક કોરોના પોઝિટિવ આવ્યો છે.અત્યારે જબુગામમાં કેસો આવી રહ્યા છે. બોડેલીમાં પણ બે દુકાન ધારકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં એક દુકાનદાર વડોદરા સારવાર લઈને આવી ગયા છે. જ્યારે મેડિકલ સ્ટોર ચલાવનાર પણ કોરોનાગ્રસ્ત બનતા બોડેલી કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો