કોરોનાવાઈરસ:છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના નવા 11 કેસ સાથે કુલ આંક 296

છોટાઉદેપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સંખેડા 5, બોડેલી 3, તેજગઢ 1, છોટાઉદેપુર 1, બચડિયામાં 1 કેસ
  • છોટાઉદેપુર જિલ્લામાં 54 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ

જિલ્લામાં તા 26ના રોજ કોરોના covid19 પોઝિટિવના 285 કેસ હતા. તેમાં તા 27ના રોજ નવા 11 કેસ ઉમેરાતા કુલ આંક 296 ઉપર પહોંચ્યો છે. જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસોમાં અચાનક વધારો થવા લાગ્યો છે. જેને લઈ આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે.

કોરોના પોઝિટિવના તા 27ના રોજ નવા 10 કેસ આવ્યા તેમાં 63 વર્ષ પુરુષ સુથારવાગા સંખેડા, 63 વર્ષ સ્ત્રી સુથારવાગા સંખેડા, 33 વર્ષ પુરુષ બહાદરપુર સંખેડા, 17 વર્ષ પુરુષ ઇન્દ્રાલ ભાટપુર સંખેડા, 50 વર્ષ સ્ત્રી ભાટપુર સંખેડા, 60 વર્ષ પુરુષ ગોપેશ્વર મંદિર બોડેલી, 35 વર્ષ પુરુષ ગોપેશ્વર મંદિર બોડેલી, 40 વર્ષ પુરુષ ગોપેશ્વર મંદિર બોડેલી, 65 વર્ષ સ્ત્રી તેજગઢ છોટાઉદેપુર, 63 વર્ષ સ્ત્રી અર્બન છોટાઉદેપુર, 51 વર્ષ પુરુષ બેચડિયા કવાંટના પોઝિટિવ આવ્યા છે.

હાલમાં કોરોના હોસ્પિટલમાં 54 દર્દીઓ સારવાર હેઠળ છે. આજરોજ 3 દર્દી સાજા થઈ જતા રજા આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા તાલુકામાંથી 686 એન્ટીગન અને આર્ટિફિશિયલ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 11 કેસ પોઝિટિવ આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...