તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:છોટાઉદેપુર જિલ્લા-તાલુકા પંચાયતના કુલ 27 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

છોટાઉદેપુર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તાલુકા પંચાયતની 144 બેઠકો ઉપર 350 જેટલા ઉમેદવારો મેદાનમાં રહ્યાં
 • છોટાઉદેપુર જિલ્લા પં.ની 32 બેઠકો પર 94 ઉમેદવારો વચ્ચે જંગ

છોટાઉદેપુર સ્થાનિક સ્વરાજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી જિલ્લા પંચાયતની 32 અને તાલુકા પંચાયયની 144 બેઠકો ઉપર તારીખ 28 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. રાજકીય પક્ષો દ્વારા હવે ઉમેદવારોના પ્રચાર અંગે ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. તારીખ 15 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી હોય જેમાં જિલ્લા પંચાયતના કુલ 83 અને તાલુકા પંચાયતના કુલ 372 જેટલા ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયા હતા.

મંગળવારે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હોય જેમાં છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં 1 અપક્ષ, સંખેડા તાલુકા પંચાયતમાં 1 બીએસપી અને 3 અપક્ષ, કવાંટ તાલુકા પંચાયતમાં 3 અપક્ષ, નસવાડી તાલુકા પંચાયતમાં 8 અપક્ષ બોડેલી તાલુકા પંચાયતમાં 2 અપક્ષ અને પાવીજેતપુર તાલુકા પંચાયતના 4 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. જ્યારે છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં પાવીજેતપુર બેઠક ઉપર 1 અપક્ષ બોડેલી જિલ્લા પંચાયત બેઠક ઉપર 2 અપક્ષ નસવાડી જિલ્લા પંચાયત બેઠક ઉપર 2 અપક્ષ ઉમેદવારો એ ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા હતા.

જેથી પ્રાપ્ત માહિતી અનુસાર હવે જિલ્લાની તાલુકા પંચાયતની કુલ 144 બેઠકો ઉપર 350 જેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે અને જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકો ઉપર 94 જેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવતા હવે ઉમેદવારો દ્વારા ગામડે ગામડે પૂરજોશમાં પ્રચાર પડઘમ શરૂ કરી દેવામાં આવ્યો છે. મત મેળવવા અર્થે ઉમેદવારો તથા રાજકીય આગેવાનોએ લોકસંપર્ક શરૂ કરી દીધો છે. હાલમાં ગ્રામ્ય વિસ્તારોમાં લગ્ન સિઝન ચાલતી હોય રાજકીય આગેવાનો અને ઉમેદવારો લગ્નપ્રસંગમાં હાજરી આપવા અચૂક પહોંચી જતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો