સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ:છોટા ઉદેપુરમાં કુલ નવા 19,405 મતદારો ઉમેરાયા; આવનારી વિધાનસભા ચૂંટણીમાં જિલ્લામાંથી કુલ 8,18,573 મતદારો મતદાન કરશે

છોટા ઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલમાં જ સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો. જેમાં છોટા ઉદેપુર જિલ્લામાં કુલ નવા 19,405 મતદારો ઉમેરાયા છે. અને કુલ 8,18,573 મતદારો આવનારી વિધાનસભામાં મતદાન કરશે.

સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ છોટા ઉદેપુર જિલ્લામાં કુલ 19,405 નવા મતદારો ઉમેરાયા છે. જેમાં સૌથી વધુ 10,234 મહિલા મતદારોમાં વધારો થયો છે. જ્યારે 9167 પુરુષ મતદારો નોંધાયા છે અને 4 અન્ય જાતિના મતદારોમાં વધારો થયો છે. જિલ્લામાં 4,19,043 પુરુષ તેમજ 3,99,522 મહિલા મતદારો સહિત કુલ 8,18,573 મતદારો થવા પામ્યા છે.

આ સંક્ષિપ્ત મતદાર સુધારણા કાર્યક્રમ દરમિયાન 18થી 19 વર્ષના કુલ 9014 મતદારો, જ્યારે 20થી 29 વર્ષના 8498 મતદારોનો વધારો થયો છે. મહત્વની વાત એ છે કે, આ સંક્ષિપ્ત મતદાર સુધારણા હેઠળ 52.74% મહિલા મતદારો, 18થી 19 વર્ષના 46.45% મતદારો અને 20થી 29 વર્ષના 43.79% મતદારો નોંધાયા છે. કહી શકાય કે યુવા મતદારો અને તેમાંય મહિલા મતદારોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આવનારી ચૂંટણીમાં આ મતદારો પોતાના મતાધિકારનો પ્રથમ વખત ઉપયોગ કરીને ગુજરાતની નવી સરકાર રચવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે.

અન્ય સમાચારો પણ છે...