તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:છોટાઉદેપુર જિલ્લામાં કુલ 13458 કર્મચારીઓને કોરોના વિરોધી રસી મૂકાઈ

છોટાઉદેપુર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શનિવારે કોરોના પોઝિટિવનો એક પણ કેસ ન નોંધાયો
 • વિવિધ વિસ્તારમાંથી 182 સેમ્પલ કોરોનાની તપાસ અર્થે લેવાયા

છોટાઉદેપુર જિલ્લામાં સરકાર દ્વારા કોરોના આરોગ્ય કર્મચારીઓને કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં કોરોના વિરોધી રસીકરણ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં અત્યાર સુધીમાં જિલ્લામાં છોટાઉદેપુર તાલુકામાં 3485 પાવીજેતપુર તાલુકામાં 2474, બોડેલી તાલુકામાં 2254, સંખેડા તાલુકામાં 1211, કવાંટ તાલુકામાં 2203, અને નસવાડી તાલુકામાં 1831 કુલ 13458 કર્મચારીઓને અત્યાર સુધીમાં કોરોના વિરોધી રસી આપવામા આવી છે.

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના કેસોમાં શનિવાર તા.13 ફેબ્રુઆરીના રોજ એક પણ કોરોના કેસ નોંધાયો ન હતો. જિલ્લામાં ઘણા દિવસોથી કોરોના કેસોની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેનાથી પ્રજાએ રાહતનો શ્વાસ લીધો છે અને તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 813 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે.શનિવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી કોરોના તપાસ અર્થે 182 એન્ટીજન અને આરટીપીસીઆર સેમ્પલ કોરોના તપાસ અર્થે લેવામાં આવ્યા હતા.

જિલ્લામાં હાલમાં કુલ 782 દર્દીઓ સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 7 દર્દીઓ એડમિટ છે. અને 24 દર્દી ના મોત થયા છે.અત્યાર સુધીમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ બોડેલી તાલુકાના 269 નોંધાયા છે. બીજા ક્રમે છોટાઉદેપુર તાલુકાના 218 કેસ નોંધાયા છે. સંખેડા તાલુકા 152 કેસ, કવાંટ તાલુકા 70 કેસ, પાવીજેતપુર તાલુકામાં 59 કેસ, નસવાડી તાલુકામાં 45 કેસ પોઝીટીવ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો