ભાસ્કર વિશેષ:ટ્રાફિક નિયમનો ભંગ કરનારને ગુલાબનું ફૂલ અપાયું

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેમાની જગ્યાએ ફૂલ આપી ટ્રાફિક નિયમનું પાલન કરવા વાહન ચાલકોને સમજાવાયાં

છોટાઉદેપુર જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા સરકારના ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને પુષ્પ આપી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું. જેના કારણે સમગ્ર વિસ્તારમાં વાહનચાલકોમાં અચરજ પણ ફેલાયું હતું. સરકારના આદેશ મુજબ ટ્રાફિકનું ઉલ્લંઘન કરનારને દિવાળીના તહેવાર દરમ્યાન કોઈ દંડ ફટકારવામાં નહિ આવે તેવી ગાઈડલાઈન જાહેર કરતા ટ્રાફિક પોલીસ દ્વારા પુષ્પ આપી કાયદાનો જ્ઞાન કરાવવામાં આવ્યું હતું. જ્યારે તહેવાર દરમ્યાન ઘણાની દિવાળી બગડી હોય તેમ પણ ચર્ચાતું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં ટ્રાફિકના કર્મચારીઓ દ્વારા ગુજરાત સરકારના ગાઈડલાઈન પ્રમાણે ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને ટ્રાફિક નિયમનો ભંગ ના કરવા તેમજ જીવન આપણું કીમતી છે. તેથી ટ્રાફિક નિયમનું પાલન કરવા જણાવ્યું હતું.

ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ભંગના મેમાની જગ્યાએની જગ્યાએ ફૂલ આપતા વાહન ચાલકોમાં પણ ભારે અચરજ ફેલાયું હતું. છોટાઉદેપુર જિલ્લાના મહત્વની ચેકપોસ્ટ તથા ચાર રસ્તાઓ ઉપર તથા મુખ્ય રસ્તાઓ ઉપર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા ઘણા વાહન ચાલકો કેમેરાની ઝપેટમાં આવી જતા હોય છે. અને ઇ મેમો મળી જતો હોય છે. આવા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોને ટ્રાકીક પોલીસ દ્વારા ઇ મેમાં સંદર્ભે દંડ વસુલ કરવામાં આવે છે. જેમાં ગ્રામીણ વિસ્તારની અબોધ પ્રજાને ભારે આકરું લાગે છે. જેથી હવે ફૂલ આપવામાં આવતા સૌને ભારે નવાઈ લાગી છે. અને ઘણાની દિવાળી બગડી હોવાની પણ ચર્ચા ચાલે છે.

અન્ય સમાચારો પણ છે...