MPHWની ભરતીમાં કૌભાંડના આક્ષેપ:બોગસ સર્ટિફિકેટ મેળવી ભરતી કરનારા વિદ્યાર્થીઓ સામે તપાસ કરવા કલેકટરને આવેદન અપાયું

છોટા ઉદેપુર7 દિવસ પહેલા

છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે આજ રોજ MPHWના વિદ્યાર્થીઓએ નિવાસી અધિક કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. આ વિદ્યાર્થીઓએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, MPHWના અમુક ઉમેદવાર વિદ્યાર્થીઓએ લાયકાત માટેના જરૂરી સર્ટિફિકેટ બોગસ રીતે પ્રાપ્ત કર્યા છે. જે ખરેખર ચિંતાજનક બાબત છે. જેની યોગ્ય તપાસ કરી આવા MPHWના વિદ્યાર્થીઓને સખતમાં સખત સજા કરવા માંગણી કરવામાં આવી હતી.

બોગસ દસ્તાવેજો મેળવનારાઓ સામે કાર્યવાહી કરવા માંગ
ટુંક સમય પહેલાં જ MPHW(મલ્ટી પરપઝ હેલ્થ વર્કર)ની ભરતીની લેખીત પરીક્ષા ગઈ છે. આ ભરતી પ્રક્રિયામાં તેઓના તમામ દસ્તાવેજોની ચકાસણી ચોક્કસાઈ પૂર્વક કરવામાં આવે જેથી સાચા ઉમેદવારોને અન્યાય ન થાય. આ ડુપ્લીકેટ દસ્તાવેજો માત્ર થોડાક જ રૂપિયામાં ઉપલબ્ધ છે. જે ખરીદીને આ ડમી ઉમેદવારો પ્રજાના આરોગ્ય સાથે માત્ર ચેડાં જ કરશે અને સાચા ડિગ્રી ધારકો સાથે અન્યાય થશે. માટે આવા બોગસ દસ્તાવેજો મેળવનારાઓની તપાસ કરવાની માંગણી સાથે MPHWના વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...