સમગ્ર જિલ્લો શુક્રવારે ઉત્તરાયણમય બનવા સજ્જ બની ગયો છે. કોરોના અને ઓમિક્રોનના કેસો વધવા છતાં જિલ્લાવાસીઓ એ ભૂલીને પણ પર્વની ઉજવણીમાં વ્યસ્ત બનશે. જિલ્લામાં ઠેર ઠેર પતંગ પ્રેમીઓએ તેમની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. પાદરા-વડુ પંથકના વિસ્તારોમાં ગુરુવારે દિવસ દરમિયાન પતંગ અને દોરા ખરીદવા માટે લોકોએ ધસારો શરૂ કરી દીધો હતો. આગામી બે દિવસ દરમિયાન પાદરા-વડુ પંથકના વિસ્તારો પતંગમય બની જશે.
રંગબેરંગી અને વિવિધ આકારની પતંગો વડે આકાશી યુદ્ધ લડવા પતંગ રસિયાઓએ ગુરુવારે બપોર બાદથી જ નેટ પ્રેક્ટિસ શરૂ કરી હતી. ઠેર ઠેર મ્યુઝિક સિસ્ટમ પણ લાગી ગયા છે. પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પાદરા -વડુ પોલીસે જડબેસલાક બંદોબસ્ત માટેનું આયોજન કર્યું છે. ડભોઇમાં ઉત્તરાયણને લઈ હિન્દુ મુસ્લિમ અગ્રણીઓની શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી, જેમાં બંને કોમના આગેવાનોએ સૂઝબૂઝથી કામ લઈ પર્વની નિખલસતાથી ઉજવણી કરવા જણાવ્યું હતું.
બોડેલીમાં પણ ઉતરાયણના પૂર્વ દિવસે પતંગ દોરા વગેરે ની ખરીદી માટે ભીડ જોવા મળી હતી. આ વખતે પતંગ દોરા માટેની દુકાનો વધુ જોવા મળી હતી. જોકે બાળકો માટેની આઈટમ વધુ વેચાતી જોવા મળી હતી. પર્વને ધ્યાનમાં લઈને ઊંધિયું વેચાણ કરનારાના ઠેર ઠેર બોર્ડ જોવા મળ્યા હતા. કોરોના વકર્યો છે છતાં આ પર્વની ઉજવણી કરવા લોકો વધુ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. નસવાડી બજારમાં પતંગ દોરાની ખરીદી કરવા ગ્રાહકોની ભીડ જામી હતી. જેમાં નાના બાળકો માટે પતંગ દોરાના પિલ્લાનું મહત્વ હોઇ કલાકો સુધી દોરી સુતાવવા બાળકો બેસી રહ્યા હતા.
નસવાડીના બજારમાં પતંગો કરતાં વધુ હાઇડ્રોજન ગેસના રંગબેરંગી ફુગ્ગા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પતંગો કરતાં લોકો હાઇડ્રોજન ગેસના ફુગ્ગાની ખરીદી કરતા વધુ જોવા મળ્યા હતા. આ ફુગ્ગા નંગના રૂા. 50ના ભાવે વેચાઇ રહ્યા હતા. જિલ્લાના છોટાઉદેપુર, કવાંટ, પાવીજેતપુર, પાનવડ, શિનોર, કરજણ સહિત અનેક સ્થળે લોકો આ આકાશી યુદ્ધ માટે સજ્જ થઇને એક દિવસ માટે કોરોના મહામારીને ભૂલી જશે. લોકો પરિવાર સાથે આગાસી, ધાબા પર પતંગ ઉડાડવાની, તેમજ લૂંટવાની મોજ તો માણશે જ સાથે તલ, મમરાના લાડુ, ચિકી તેમજ ઊંધિયા-જલેબીની જ્યાફત પણ માણશે.
મકરસંક્રાતિએ આ 12 રાશિના જાતકો દાન કરીને પુણ્ય મેળવશે
સંક્રાતિમાં બારે રાશિના જાતકોઅે કયા પ્રકારનું દાન કરવંુ જોઇઅે તે ગોધરાના લાલબાગ મંદિરના દિલીપ મહારાજ જણાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.