દરબાર હોલમાં લોક દરબાર:છોટા ઉદેપુર જિલ્લા પોલીસ વડાની હાજરીમાં વ્યાજખોરી અંગે જાગૃતિ લાવવા લોક દરબાર યોજાયો; મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં

છોટા ઉદેપુરએક મહિનો પહેલા

રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરીના દૂષણ સામે મુહિમ છેડી છે અને તેના ભાગરૂપે દરેક જિલ્લામાં લોક દરબારનું આયોજન કરવાના સૂચના અનુસાર આજે છોટા ઉદેપુરના દરબાર હોલ ખાતે લોક દરબાર યોજવામાં આવ્યો હતો.

ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સામાન્ય લોકો પાસેથી ગેરકાયદે વધુ વ્યાજ વસૂલ કરતા વ્યાજખોરોની શાન ઠેકાણે લાવવા રાજ્યભરમાં એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરાયેલા રાજ્યના તમામ પોલીસ મથકો ખાતે વ્યાજખોરી ભયંકર ગુનો છે અને વ્યાજખોરીથી બચવા માટે લોકોને જાગૃત કરવા લોક દરબાર ઉજવવાના કરાયેલા આદેશ અનુસાર આજરોજ છોટાઉદેપુર સ્થિત દરબાર હોલ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો. જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ પીડિત લોકોની ગરજનો લાભ લઇ તગડા વ્યાજે ગેરકાયદે નાણાનું ધિરધાર કરતાં ઈસમો વિરુદ્ધની ઝુંબેશમાં નાગરિકોને સાથ અને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી. ગેરકાયદે વ્યાજખોરીનું દૂષણ ચલાવતા ઇસમોની બાતમી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે હોવાનું પણ જણાવ્યું હતુ.

આ લોક દરબારમાં છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઈ પરમાર તેમજ છોટાઉદેપુર તાલુકા જિલ્લા અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો છોટાઉદેપુર તાલુકા વિવિધ ગ્રામ પંચાયતના સરપંચો સભ્યો તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...