તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેનામું:મોડાસર ચોકડીથી નસવાડી જતાં હાઇવે રોડ પર ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરાયો

છોટાઉદેપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, છોટાઉદેપુર દ્વારા જાહેનામું બહાર પડાયું

રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-56 ઉપર બોડેલી પાસે મોડાસર ચોકડીથી નસવાડી જતાં 500 મીટર સુધીના હાઇવે રોડ પર ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરાયો છે. નાયબ કાર્યપાલક ઇજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટા વિભાગ, બોડેલીના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-56, સેક્શન પાવીજેતપુર-બોડેલી-નસવાડી રસ્તા પર અને બોડેલી પાસે રેતી ભરેલા ભારે વાહનો સમગ્ર રસ્તા પર અને સાઇડમાં વાહન ઉભુ રાખી મોટા પ્રમાણમાં પાર્કિગ કરે છે અને ત્યારબાદ રેતી ભરેલા વાહનમાંથી રેતી નીચે રસ્તા પર નાખે છે. દરેક વાહનમાંથી પાણી નિતરતા હોય છે. જેથી રસ્તો નીચો થઇ જતા વર્ષાઋતુમાં વરસાદ થતાં પાણી ભરાઇ રસ્તો ડેમેજ થઇ જાય છે અને અકસ્માત થવાની સંભાવના રહે છે.

રેતી ભરેલા વાહનો સદર સ્થેળે રસ્તા પર અને સાઇડમાં ક્યાંય પણ ઉભુ રાખી પાર્કિંગ ન કરે તે માટે ‘નો પાર્કિંગ ઝોન’ અંગેનું જાહેનામુ બહાર પાડવા નાયબ કાર્યપાલક ઇજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટા વિભાગ, બોડેલી દ્રારા માગણી કરતા નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક ,છોટાઉદેપુરેનો પાર્કિંગ ઝોન અંગેનુ જાહેનામું બહાર પાડવા અભિપ્રાય આપ્યો હતો. જે મુજબ મુજબ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, છોટાઉદેપુર દ્વારા જાહેનામું બહાર પાડી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-56 ઉપર બોડેલી પાસે મોડાસર ચોકડીથી નસવાડી જતાં 500 મીટર સુધીના હાઇવે રોડ પર ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરવામાં આવે છે.

એમ્બ્યુલન્સ તથા અન્ય ઇમરજન્સી વાહનો, ફાયર સેફ્ટીના વાહનો, રસ્તા કે ઇલેક્ટ્રીસીટી રીપેરીંગના વાહનો, સરકારી બસ તથા અન્ય સરકારી વાહનો માટે ફરજના ભાગરૂપે તે સ્થળે જવાની ફરજ પડે તેવા વાહનો માટે છૂટ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...