શિક્ષકે કરી આત્મહત્યા:છોટા ઉદેપુરના વચલિભિતમાં આધેડ શિક્ષકે ગળે ફાંસો ખાધો, ચાર દિવસ પહેલા જ નોંધાયો હતો દુષ્કર્મનો ગુનો

છોટા ઉદેપુર5 દિવસ પહેલા
  • શિક્ષકે રાતના સમયે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી

છોટા ઉદેપુરના વચલીભીત ગામના આધેડ શિક્ષકે ગત મોડી રાત્રે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આજે વહેલી સવારે આ ઘટનાની જાણ થતાં જ ઝોઝ પોલીસ ઘટનાસ્થળે પહોંચી શિક્ષકની લાશનો કબજો મેળવી ઝોઝ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવી છે. મહત્વની વાત એ છે કે વચલીભીત ગામના શિક્ષક બાબુભાઈ રૂપલાભાઈ રાઠવા સામે ગત ૩૦ જુલાઈના રોજ એક સગીરા ઉપર બળાત્કાર ગુજારવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેને લઇને બાબુભાઈ રાઠવા ફરાર હતા. તેવામાં આ ઘટનાને લીધે સૌ કોઈ અચંબામાં મુકાઈ ગયા હતા. હજુ સુધી શિક્ષક બાબુભાઈ રાઠવાએ આત્મહત્યા શા માટે કરી ? તે અંગે ઝોઝ પોલીસ તપાસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...