રેસ્ક્યુ કામગીરી:ઓરસંગ નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં આધેડ ફસાતાં રેસ્ક્યૂ કરાયું

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં ઓરસંગ નદીમાં ધસમસતું પાણી આવ્યું હતું
  • એકાએક પાણી આવી જતાં આધેડ જીવ બચાવવા નદીમાં આવેલ પથ્થર ઉપર ચઢી ગયા

છોટાઉદેપુરમાં ઓરસંગનદીના ધસમસતા પાણીના પ્રવાહમાં એક વ્યક્તિ ફસાઈ રેસ્ક્યુ કામગીરી કરી બચાવી લેવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં ઓરસંગ નદીમાં ધસમસતું પાણી આવ્યું હતું. છોટાઉદેપુરનો આધેડ રણજીતભાઈ મંગુભાઇ રાઠવા પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગયા હતા અને પોતાનો જીવ બચાવવા નદીમાં આવેલ પથ્થર ઉપર ચઢી ગયા હતા. ઘટનાની જાણ થતાં પાલિકા સભ્યો ફાયર ફાઈટરની ટિમ લઈ ઘટના સ્થળે પોહચી ગયા હતા અને પાણીમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં ઓરસંગનદીમાં ભારે પાણી આવ્યું હતું. અચાનક પાણી આવતા નદી પસાર કરતો વ્યક્તિ રણજીતભાઈ પાણી આવતું જોઈ નદીમાં આવેલ ઊંચા પથ્થર ઉપર ચઢી ગયો હતો. ધસમસતા પાણીના પ્રવાહની વચ્ચે ફસાયેલા આ વ્યક્તિને જોવા લોકટોળા પણ નદી કિનારે ઉમટ્યા હતા. પાણીમાં ફસાયેલા વ્યક્તિને નગરપાલિકાની ટિમ દ્વારા તથા યુવાનો દ્વારા બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાણીમાં ફસાયેલી વ્યક્તિ રણજીતભાઈ છોટાઉદેપુરના હોઇ અને નદી ઓળંગી પશુ ચરાવવા જંગલમાં ગયા હતા. તેમ જાણવા મળ્યું હતું.

છોટાઉદેપુર ઓરસંગ નદી આજરોજ અચાનક ભારે ફોર્સમાં પાણી આવી જતા નદીમાં ધસમસતા પાણીમાં છોટાઉદેપુરના રણજીતભાઈ ફસાઈ ગયા હતા. જે નદીમાં બનાવવામાં આવેલ ચેકડેમ પાસેના પથ્થર ઉપર ચઢી પોતાનો જીવ બચાવ્યો હતો. છોટાઉદેપુર પાલિકાની ફાયર ફાઈટર ટીમ દ્વારા તથા છોટાઉદેપુર નગરના યુવાનો દ્વારા ફસાયેલા વ્યક્તિને બચાવવાની કામગીરી પુર જોશમાં હાથ ધરાઈ હતી.

અને હેમખેમ આ વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો. તેમ નગરપાલિકા કારોબારી અધ્યક્ષ નરેનભાઈ જયસ્વાલ તથા પાલિકા સભ્ય મુકેશભાઈ રાઠવાએ જણાવ્યું હતું. ચોમાસાની સીઝનમાં નદીમાં ભલે પાણી ના હોય પરંતુ નદી ઓળંવાનો સાહસ કરવો નહીં તેમ પાલીકા સભ્યોએ પ્રજાને અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...