મેગા વેક્સિનેશન:જિલ્લામાં 22મીએ 94000 લાભાર્થીઓ‎ માટે મેગા વેક્સિનેશન ડ્રાઈવ હાથ ધરાશે‎

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના સંકલન સમિતિ હોલમાં જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની ભાગ-1ની બેઠકમાં પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં છોટાઉદેપુર વિભાનસભા મતવિસ્તારના ધારાસભ્ય મોહનસિંહભાઇ રાઠવા દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ બાબતો અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરી સંબંધિત વિભાગના અધિકારીઓને ધારાસભ્ય દ્વારા રજૂ કરવામાં આવેલી બાબતો અંગે ઝડપી કાર્યવાહી કરી કરેલ કાર્યવાહીની જાણ ધારાસભ્ય તેમજ જિલ્લા કલેકટરને કરવા માટે સૂચના આપવામાં આવી હતી.

આ ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ દ્વારા પણ પાણી પુરવઠા વિભાગને લગતી રજૂઆતો કરવામાં આવી હતી. જે અંગે પાણી પુરવઠા વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરી રજૂઆતોનો નિકાલ કરવામાં આવશે એમ જણાવ્યું હતું. ભાગ-2ની બેઠકમાં પ્રજા/લોકોની અરજીઓ અંગે સમીક્ષા કરતા જિલ્લા કલેકટરે પ્રજા/લોકો તરફથી મળતી અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તથા બાકી પેન્શન કેસો તેમજ અન્ય મુદ્દાઓ અંગે પણ વિગતે સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘે વેકસિનેશન મેગા ડ્રાઇવ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, તા. 22 મેના રોજ મેગા વેકસિનેશન ડ્રાઇવ હાથ ધરવામાં આવશે. જિલ્લામાં 94000 લાભાર્થીઓ વેકસિનેશનને લાયક છે. તમામ લાભાર્થીઓનું રસીકરણ થાય એ માટે નોડલ અધિકારીઓને વધુમાં વધુ લોકો આ મેગા ડ્રાઇવમાં રસીકરણ કરાવે એવી કામગીરી કરવા જણાવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ પી.એમ.જે. એ.વાયમાં યોજનાના કાર્ડ અંગે વિગતે જાણકારી આપી જિલ્લામાં બાકી રહી ગયેલા લાયક લાભાર્થીઓ આ યોજનામાં જોડાય એ સૌના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...