AAP સુપ્રિમો બોડેલીમાં:કેજરીવાલે કહ્યું- 'એમને મત આપશો તો એ ઝેરી દારૂ પીવડાવશે, મને મત આપશો તો હું સ્કૂલો બનાવીશ, હવે બદલી નાખો, તમારી પાસે મોકો છે'

છોટા ઉદેપુર2 મહિનો પહેલા
  • આદિજાતિ સલાહકાર સમિતીમાં અધ્યક્ષ આદિવાસી જ હશે- મહેશ વસાવા

આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ અત્યારથી જ કાર્યક્રમો શરૂ કરી દીધા છે, ત્યારે આ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ જોરશોરથી તૈયારીઓમાં લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આદિવાસી પટ્ટામાં હાથ અજમાવવા છોટા ઉદેપુર જીલ્લાના બોડેલી ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેજરીવાલે ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરીઓ આપવાનું વચન આપ્યું છે
કેજરીવાલે ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરીઓ આપવાનું વચન આપ્યું છે

કેજરીવાલની આજની સભામાં પણ તેમણે લઠ્ઠાકાંડ, પેપરલીક, વીજળી, રોજગાર મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે વિપક્ષ કોંગ્રેસ વિશે કહ્યું કે આ જંગ ભાજપ અને આપ વચ્ચે છે, આ વખતે કોંગ્રેસને એક પણ સીટ મળવી ન જોઈએ. પંજાબ-દિલ્હીમાં જે વિકાસ થયો તે ગુજરાતમાં પણ અમારી સરકાર લાવશે. વધુમાં જણાવ્યું હતું કે અમે ગુજરાતીઓ માટે 10 લાખ સરકારી નોકરી લાવીશું અને તેમાં આદિવાસીને ખાસ પ્રાધાન્ય અપાશે.

મહેશ વસાવાએ પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા
મહેશ વસાવાએ પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા

મહેશ વસાવાનું નિવેદન

  • આદિજાતિ સલાહકાર સમિતીમાં અધ્યક્ષ આદિવાસી જ હશે
  • પેસા એક્ટનો અમલ કરાવવાની વાત કરી
  • પાણી અને શિક્ષણ , આદિવાસી વિસ્તાર છોટા ઉદેપુરમાં પાણી ટીપુ નથી મળતું, તેની પણ ગેરંટી આપીશું
  • થોડા દિવસમાં ભાજપમાં ભડકો થવાનો છે, બળવો થવાનો છે

તમે મને વોટ આપજો, હું તમારા બાળકોનું ભવિષ્ય બનાવી દઇશ- વડોદરામાં પણ કેજરીવાલનો હુંકાર
વડોદરામાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, વીજળી, શિક્ષણ અને હોસ્પિટલની વાત કરો, તમે મને વોટ આપજો, હું તમારા બાળકોનું ભવિષ્ય બનાવી દઇશ. આ લોકોને વોટ આપશો તો તમારા બાળકોને ઝેરીલી શરાબ પીવડાવી દેશે. હું આ લોકો સાથે ઝઘડવા માંગતો નથી. ચૂંટણી જીતીશું દરેક ગુજરાતી મુખ્યમંત્રી બનશે. અમારી પાર્ટી દેશની પહેલી ઇમાનદાર પાર્ટી છે.

વિધાનસભાની ચૂંટણીમાં AAP સંપૂર્ણરીતે સક્રિય
આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાતભરમાં પ્રવાસ કરીને લોકોને પોતાની તરફ ખેંચવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, અને ખાસ કરીને પહેલી વખત આપ દ્વારા આદિવાસીઓને પોતાની તરફ કરવા માટે બોડેલી વિસ્તારમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે

અન્ય સમાચારો પણ છે...