જાહેરનામું:ઉમેદવારી પત્રો રજૂ કરવા વધુમાં વધુ 5 વ્યક્તિઓ જ ચેમ્બરમાં જઈ શકશે

છોટાઉદેપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી અધિકારીને અડચણ ન થાય માટે જાહેરનામું બહાર પડાયું

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારો, ઉમેદવારીપત્રો રજૂ કરતી વખતે મોટી સંખ્યામાં ટેકેદારો તથા વાહનો આવવા સંભવ છે. ઉમેદવારીપત્રો સ્વીકરવાની પ્રક્રિયામાં ચૂંટણી અધિકારીકે મદદનીશ ચૂંટણી અધિકારીને અડચણ ન થાય તથા ઉમેદવારીપત્રો શાંતિ અને સરળતાથી સ્વીકારી શકાય તે માટે મોટી સંખ્યામાં વાહનો ભેગા થવાથી ટ્રાફિકની સમસ્યાઓ ઉભી થવા સંભવ છે. તેમજ જાહેર સુલેહ શાંતિ જોમાય તેમ હોઇ, જાહેર હિતમાં જરૂરી નિયંત્રણો મુકવા માટે છોટાઉદેપુર જિલ્લા મેજિસ્ટ્રેટ સ્તુતિ ચારણે જાહેરનામું બહાર પાડી કેટલાક નિયંત્રણો લાધા છે.

જાહેરનામામાં જણાવ્યા અનુસાર ઉમેદવારો તરફથી ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીને ઉમેદવારીપત્રો રજૂ કરતી વખતે ઉમેદવાર સિવાય અન્ય ચાર વ્યક્તિઓ મળી કુલ-5 વ્યક્તિઓથી વધુ વ્યક્તિઓ ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની ચેમ્બર(રૂમ)માં પ્રવેશી શકશે નહીં.

કોઇ પણ રાજકીયપક્ષો, ઉમેદવારો તથા તેમના કાર્યકરો, સમર્થકોએ ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીની આજુબાજુના 100 મીટરના વિસ્તારમાં ત્રણથી વધુ વાહનો જેવા કે ટેક્ષી, ખાનગી કાર, ટ્રક, ટ્રેકટર સાથે ટ્રેલર અને વિના ટ્રેલર, ઓટોરીક્ષા, સ્કુટર, મોટર સાયકલ, બસ, મીનીબસ, માલવાહક વાહન અથવા અન્ય કોઇ પણ પ્રકારના વાહનના બનેલા કાફલા(convoy) રૂપે જવા દેવાશે નહીં. કેન્દ્ર કે રાજકીય સરકારના કોઇ પણ મંત્રીને અથવા અન્ય કોઇ વ્યક્તિને લઇ જવાતા હોય તો પણ તે તમામ મોટા રક્ષા કાફલાને વિભાજીત કરવાનો રહેશે. આમ છતાં, આ બાબત આવા કોઇ વ્યક્તિ સંબંધમાં આપવામાં આવેલી કોઇ સુરક્ષાની સુચનાને આધિન રહેશે.

ઉમેદવારીપત્રો રજૂ કરતી વખતે ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીની આજુબાજુના 100 મીટરની ત્રિજયામાં ચારથી વધારે વ્યક્તિઓને ભેગા થવા, સભા ભરવા, સરઘસ કાઢવા કે મંડળી કે સરઘસરૂપે પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ આદેશ છોટાઉદેપુર જિલ્લો અથવા જિલ્લા મેજિસ્ટ્રેટ, છોટાઉદેપુરની હકુમતના સમગ્ર વિસ્તારને તા. 10 નવેમ્બર 2022થી તા. 10 ડિસેમ્બર 2022 સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર, ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ સજા તથા દંડને પાત્ર થશે એમ જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...