તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:બાર બોરની બંદૂક અને જીવતા કારતુસ સાથે એક શખ્સ ઝડપાયો

છોટાઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોઝવા ગામેથી એસઓજી પોલીસે ઝડપી પાડ્યો
  • આરોપીને ક્વોરન્ટાઈન કરી રંગપુર પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો

છોટાઉદેપુર જિલ્લાના રોઝવા ગામેથી 12 બોરની બંદૂક અને 4 જીવતા કારતુસ સાથે એક ઈસમ નાનભૂભાઈ ઢેળીયાભાઈ રાઠવા છોટાઉદેપુર એસ ઓ જી પોલીસ ના હાથે ઝડપાઇ ગયો હતો.

જિલ્લા એસ ઓ જી, પી આઈ તથા સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે તપાસ કરતા રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રોઝવા ગામે રહેતા નાનભૂભાઈ ઢેળીયાભાઈ રાઠવા રે રોઝવા પટેલ ફળીયા તા જી છોટાઉદેપુર પોતાના મકાનમાં ઓરડાના ભાગેથી એક ખૂણામાં તિજોરીમાં એક બાર બોરની એક નાળી વાળી બંદૂક, મેગેજીન કવર સાથે કી રૂા. 25000 મળી આવી હતી અને 12 બોરના જીવતા કારતુસ નંગ 4 કીં રૂા. 200 મળી કુલ રૂા. 25200ની ગેરકાયદેસર વગર પાસ પરવાનાની 12 બોરની બંદૂક મળી આવી હતી. જેના આધારે પકડાયેલ ઈસમ ઢેળીયાભાઈ રાઠવા વિરુદ્ધ ધી આર્મ્સ એકટ કલમ 25 બી એ મુજબનો ગુનો રજિસ્ટર કરી આરોપીને કવોરંટાઇન કરી વધુ કાર્યવાહી માટે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો