બુટલેગર રંગે હાથે ઝડપાયો:પાવીજેતપુરમાં વિદેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ, પોલીસે 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

છોટા ઉદેપુર17 દિવસ પહેલા

પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ ગામેથી રૂ. 31,896ના વિદેશી દારૂ તેમજ ગાડી મળી રૂ. 2,86,896ના મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશના આરોપીની પાવીજેતપુર પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પાવીજેતપુર પોલીસ વાંકી બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં. તે સમયે બાતમી મળી કે, પાવીજેતપુર તરફથી એક સફેદ કલરની કારમાં ઇંગ્લિશ દારૂની ખેપ મારવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસે સુસ્કાલ ગામનાં રોડ પર વોચ રાખી ઊભા હતાં. તે દરમિયાન થોડીક વારમાં જ એક કાર આવતા તેને ઉભી રાખી ગાડી ચાલકનું નામ પૂછતાં તેને પોતાનું નામ પ્રદીપભાઈ રમેશચંદ્ર સોની (ઉં.વ.38) રામદેવજી મંદિર પાસે, તા. બહાદરપુરા, જી. અલીરાજપુર, મધ્યપ્રદેશના હોવાનું જણાવ્યું હતું.

પોલીસે તપાસ હાથ ધરતા ગાડીમાં એક ચોરખાનું મળી આવ્યું હતું. જેમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો. જેની કિંમત રૂ. 31,896 થાય છે. તેમજ આરોપી પાસેથી રૂ. 5000નો મોબાઈલ મળી કુલ રૂ.2,86,896ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂની ખેપ મારનાર ખેપીયાની ધરપકડ કરી પાવીજેતપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...