સ્વામી ધર્મપ્રકાશજી મહારાજની 31મી પૂણ્યતિથી નિમિત્તે મોટી સંખ્યામાં પ્રેમ પ્રકાશી ભક્તો શુક્રવારે તીર્થક્ષેત્ર ચાણોદ ખાતે ઉમટ્યા હતા અને નર્મદા સ્નાન સહિત સંતો મહંતોના સત્સંગ પ્રવચનનો લાભ લીધો હતો.સિંધી સમાજના ધર્મ ગુરુ, સ્વામી ધર્મપ્રકાશજી મહારાજ બ્રહ્મલીન થયા બાદ તેઓના પાર્થિવ દેહને વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાણોદ ખાતે નર્મદા નદીમાં જળસમાધિ આપવામાં આવી હતી. ત્યારથી પ્રતિવર્ષ પ્રેમ પ્રકાશી ભક્તો તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે પધારી નર્મદા સ્નાન તેમજ ધાર્મિક કાર્યક્રમો દ્વારા સ્વામી ધર્મપ્રકાશજી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા રહ્યા છે.
શુક્રવારે સ્વામી ધર્મપ્રકાશજી મહારાજની 31મી પુણ્યતિથિ હોય ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં સિંધી સમાજના પ્રેમ પ્રકાશી ભક્તો ચાણોદ આવી પહોંચ્યા હતા અને પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના કિનારે નર્મદા સ્નાન કરી બી.એન હાઇસ્કૂલના પટાંગણમાં સંતો-મહંતોના કંઠે સત્સંગ પ્રવચન અને મહા પ્રસાદીનો લાભ લીધો હતો. આ પ્રસંગે સિંધી સમાજના સ્વામી ચરણદાસજી મહારાજ, સ્વામી મુકેશલાલજી મહારાજ, ઉપરાંત સમાજના અગ્રણી ગોવિંદ પ્રેમ પ્રકાશી, સુભાષ ભોજવાણી, સંગીતા ભોજવાણી, આનંદ ભોજવાણી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.