તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
છોટાઉદેપુર જિલ્લામાં કોરોના covid 19 કેસોમાં શનિવાર તા 3 એપ્રિલના નવા 17 કેસ પોઝિટિવ નોંધાયા છે. જિલ્લામાં કુલ કેસોની સંખ્યા એક હજાર ને પાર જતી રહી છે. જે ભારે ચિંતા જનક પરિસ્થિતિ છે. આજરોજ શનિવારના રોજ જિલ્લામાં જે 17 કેસ પોઝિટિવ આવ્યા તેમાં (1) 49 વર્ષની મહિલા તેજગઢ છોટાઉદેપુર (2) 55 વર્ષની મહિલા ચિખોદ્રા બોડેલી (3) 78 વર્ષના વૃદ્ધ વાસણા સંખેડા (4) 45 વર્ષના આધેડ ભાટપુર સંખેડા (5) 43 વર્ષના મહિલા ભાટપૂર સંખેડા (6) 71 વર્ષના વૃધ્ધ ભાટપુર સંખેડા (7) 19 વર્ષનો યુવાન ભાટપુર સંખેડા (8) 21 વર્ષની યુવતી માંજરોલ સંખેડા (9) 60 વર્ષની વૃધ્ધા આનંદપુરા સંખેડા (10) 59 વર્ષની સ્ત્રી કાવીઠા સંખેડા (11) 74 વર્ષના વૃદ્ધ માંજરોલ સંખેડા (12) 25 વર્ષનો યુવાન માંજરોલ સંખેડા (13) 28 વર્ષની યુવતી ગુંડીચા સંખેડા (14) 18 વર્ષનો યુવાન ગુંડીચા સંખેડા (15) 38 વર્ષનો યુવાન પાવી જેતપુર (16) 43 વર્ષનો આધેડ પાવીજેતપુર (17) 32 વર્ષનો યુવાન પાવીજેતપુર નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમ જિલ્લા આરોગ્ય તંત્ર ધ્વારા જાણવા મળ્યું હતું.
જિલ્લામાં ઘણા દિવસોથી કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તંત્ર પણ આ અંગે ભારે દ્વિધામાં મુકાઈ ગયું છે. પ્રજામાં પણ ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 1012 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે.શનિવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી કોરોના તપાસ અર્થે 662 જેટલા એન્ટીજન અને આરટીપીસી આર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 931 જેટલા દર્દીઓને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 57 જેટલા દર્દીઓ એડમિટ છે. અને 24 દર્દીના મોત થયા છે.
છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં છોટાઉદેપુર તાલુકામાં 303, પાવીજેતપુર તાલુકામાં 78, બોડેલી તાલુકામાં 323, સંખેડા તાલુકામાં 177, કવાંટ તાલુકામાં 81, નસવાડી તાલુકામાં 51, કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે.છોટાઉદેપુર જિલ્લામાં સરકાર દ્વારા કોરોના આરોગ્ય કર્મચારીઓને કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં બીજા તબક્કાની કોરોના વિરોધી રસીકરણ પ્રક્રિયા ચાલી રહી છે.
જેમાં છોટાઉદેપુર તાલુકામાં અત્યાર સુધી 17896, પાવીજેતપુર તાલુકામાં 15340, બોડેલી તાલુકામાં 14993, સંખેડા તાલુકામાં 13919, કવાંટ તાલુકામાં 16999, નસવાડી તાલુકામાં 16397, કુલ 95544 કરતા વધુ વ્યક્તિઓને બીજા તબક્કામાં અત્યાર સુધીમાં કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી. તેમ જિલ્લા આરોગ્ય અધિકારી મહેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.