દારૂ જપ્ત:ટ્રેક્ટરમાં ચોરખાનું બનાવી લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો

છોટાઉદેપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોમવારે છોટાઉદેપુર નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડને મળેલ બાતમીના આધારે તપાસ કરતા એક વાદળી-સફેદ કલરના ટ્રેકટરની ટ્રોલીમાં ઈટો ભરી જેની નીચે ચોરખાનુ બનાવી વિદેશી દારુનો જથ્થો ભરી કવાંટ થઈ ખાટીયાવાંટ રોડ તરફ આવી રહ્યો હતો. વંદા ગામની સીમમાં રોડ ઉપર બાતમીવાળુ ટ્રેકટર જતુ હોય તેને કોર્ડન કરી ઉભુ રખાયું હતું. ટ્રેકટરના ડ્રાઇવરની પુછપરછ કરતા તે પોતાનું નામ દિનેશ રાઠવા રહે. નવાનગર તા. ઘોઘંબાનો હોવાનું જણાવ્યું હતું.

ટ્રેકટરની ટ્રોલીમાં તપાસ કરતા ઉપરના ભાગે ઇટો ભરેલી હોઇ તેને હટાવી નીચેના ભાગે પ્લાઇવુડ લગાવી ચોરખાનું બનાવેલ હોય જેથી ટ્રોલીના પડખા ખોલી તપાસ કરતા વિદેશી દારૂની કુલ બોટલ નંગ 1150 કિંમત રૂા. 1,64,100નો ગેરકાયદેસરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડેલ છે. અને સ્વરાજ ટ્રેકટર ટ્રોલી સાથે રજી.નંબર GJ-17-BA-1329 જેની કિ.રૂ. 4.50 લાખ તથા 1 નંગ મોબાઇલ જેની કિ.રૂા. 3,000 મળી કુલ 6,17,100નો કબજે કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...