ભાસ્કર વિશેષ:સરકારી ઇમારતો ઉપર રોશનીનો ઝગમગાટ

છોટાઉદેપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા તંત્રની તડામાર તૈયારીઓ

છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવનાર 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ભવ્ય અને દબદબાભેર ઉજવણી અર્થે વહીવટી તંત્ર દ્વારા જિલ્લા સેવા સદન કચેરી તથા જિલ્લાની કચેરીઓને રોશનીથી સજાવી દેવામાં આવી છે.

જિલ્લા કલેકટર દ્વારા જિલ્લાના બોડેલી ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. જેના આગોતરા આયોજન અર્થે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. નગરમાં આવેલી સરકારી ઇમારતો ઉપર રોશની કરી દેવામાં આવી છે. જે નજારો ભવ્ય લાગી રહ્યો છે.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે યોજાનારા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લામાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓ તેમજ સિદ્ધિવંતોને પ્રમાણપત્રો આપીને નવાજવામાં આવશે. સાથે સાથે છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓમાં પણ સરકારી ઇમારતો ને રોશનીથી સજાવી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...