વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પાવીજેતપુર નગર તેમજ તાલુકાના ગામડાઓમાં પાવીજેતપુર પોલીસ તથા બીએસએફના જવાનોની ટીમ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી.
વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને કોઈપણ પ્રકારની અઘટીત ઘટનાઓ ન ઘટે તે હેતુસર પાવીજેતપુર પોલીસ દ્વારા બીએસએફની ટીમ સાથે પાવીજેતપુર નગરની દરેકે દરેક ગલીઓમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. તાલુકામાં સંવેદનશીલ વિસ્તારમાં મુખ્ય માર્ગો ઉપર ખાસ કરીને પોલીસ તેમજ બીએસએફના જવાનોની ટીમને મોકલી ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. શાંતિપૂર્ણ માહોલમાં વિધાનસભાની ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે પાવીજેતપુર નગર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી.
આમ, પાવીજેતપુર નગર તેમજ તાલુકામાં વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે યોજાય તે માટે પાવીજેતપુર પોલીસ તેમજ બીએસએફના જવાનો દ્વારા સંયુક્ત ઉપક્રમે નગર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.