દુર્ઘટના:કનલવાથી ભુમસવાડા રોડ ઉપર ઘાસ ભરેલાં ટ્રેકટરને વીજવાયર અડતાં આગ

પાનવડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેક્ટરની ટ્રોલીના ટાયરો અને ઘાસ બળીને ખાખ થઇ ગયા

પાનવડ નજીકમાં આવેલા કનલવા ગામ નજીક ખેતર કામ કરતા ખેડૂત ટ્રેક્ટરમાં ઘાસચારો ભરી પોતાના ઘરે જતા હતા. ત્યારે રોડ ઉપર હાઇટેન્શન લાઇનના નીચા વિજવાયરને ટ્રોલીમાં ઘાસ ભરેલી હોય જે વીજ વાયરને અડી જતા શોર્ટ સર્કિટ થયો હતો. જેના કારણે ભયંકર આગ લાગી ગઈ હતી.

જેને જેસીબી મશીનની મદદથી ટ્રોલીમાં ભરેલા ઘાસચારાને ખાલી કરાવ્યો હતો અને ટ્રેક્ટર ડ્રાઇવરે ટ્રોલીનો આગળના મુંડાને છૂટો કરી બચાવી લીધો હતો. ટ્રેક્ટરમાં આગ ઓલવવા નજીકના ઘણા બધા લોકો આવી જતા થોડીવારમાં આગ કાબૂમાં આવી જતા મોટી હોનારત થતા બચી જવાયું હતું. ટ્રેક્ટરની ટ્રોલીના ટાયરો અને ઘાસ બળીને ખાખ થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...