તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:છોટાઉદેપુરમાં દિવાળીના હાટમાં જનમેદની ઉમટી

છોટાઉદેપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળમાં હાટ બજારોમાં પણ ગ્રામીણ પ્રજા ઉમટી પડી : વેપારીઓમાં ખુશી જોવા મળી

છોટાઉદેપુર જિલ્લામાં વર્ષોથી અઠવાડિયામાં દરેક દિવસે જુદા જુદા ગામોમાં હાટ બજાર ભરાય છે. જેમાં ગ્રામીણ પ્રજા જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરવા અર્થે આવતી હોય છે. જેમાં છોટાઉદેપુર નગરમાં શનિવારના રોજ હાંટ ભરાય છે. પરંતુ કોરોના કાળમાં હાટ બજારોમાં પણ મંદી જોવા મળતી હતી.

પરંતુ શનિવાર હોય અને દિવાળીનો દિવસ હોય જેથી છોટાઉદેપુર નગરમાં ગ્રામીણ પ્રજા ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરવા અર્થે પ્રજાનો ભારે ઘસારો જોવા મળતો હતો. અને અચાનક માર્કેટમાં તેજી દેખાતા ખાસા સમયથી મંદીની ઝપટમાં આવેલા વહેપારીઓમાં ખુશી જોવા મળી હતી. શહેરમાં ભરાયેલા હાટ બજારમાં આદિવાસીઓ જીવન જરૂરીયાતની વસ્તુઓ જેવી કે કપડાં, બૂટ ચપ્પલ, સાડી, કરીયાણાનો સામાન ખરીદવા અર્થે મોટી સંખ્યામાં આવ્યા હતા. જેનાથી બજારમાં ભારે ભીડ જોવા મળી હતી.

ફટાકડાની દુકાનો ઉપર પણ ભારે ઘરાકી નીકળતા જેઓને હંગામી દુકાન કરવાની હોય અને સિઝન પૂરતો ધંધો કરવાનો હોય તેઓ પણ ખુશ જોવા મળતા હતા. જેથી આટલા દિવસથી ભારે મંદીના દિવસો જોયેલા હતા તેઓની અંદર ખુશી વ્યાપી હતી. અને નગરમાં ખરેખર દિવાળી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. શહેરમાં આવેલ જવેલર્સની દુકાનો ઉપર પણ ભારે ઘરાકી જોવા મળતી હતી. સોના ચાંદીના ઘરેણાં લેવા બનાવવા અર્થે ભારે ઘસારો જોવા મળતો હતો. શહેરના મુખ્ય બજારમાં વર્ષોથી સોનીનો ધંધો કરતા અશોકભાઈ સોની જણાવી રહ્યા છે કે લોકડાઉન સમયથી અમારા ધંધા ઉપર ભારે માઠી અસર પડી હતી પરંતુ દિવાળીનો તહેવાર આવતા ઘરાકી નીકળતા હાલ પરિસ્થિતિ સુધરી છે. ઘરાકી નીકળતા અમોને રાહત થઈ છે. છતાં પણ દિવાળીની સિઝન નો દર વર્ષ કરતા આ વર્ષે માત્ર 25 ટકા જ ધંધો થયો છે. તેમ સોની બજારના વહેપારીઓ જણાવી રહ્યા છે.

શહેરમાં જુદી જુદી વસ્તુઓ નો ધંધો કરતા અલગ અલગ ક્ષેત્રના વહેપારીઓ જણાવે છે કે કોરોના કાળને લઈ નગરમાં ભારે મંદીને કારણે ઘણું મોટું આર્થિક નુકસાન ભોગવવું પડ્યું હતું. આ પરિસ્થિતિ અત્યાર સુધી હતી. પરંતુ દિવાળીની સીઝનમાં બજારમાં ઘરાકી નીકળતા અમારી પરિસ્થિતિમાં સુધારો થયો છે અને ધંધામાં રાહત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો