ડોક્ટર કે હેવાન?:છોટા ઉદેપુર સિવિલ હોસ્પિટલમાં ડિલીવરી બાદ અલગ રુમમાં ચેકિંગના બહાને શારિરિક અડપલા કર્યાની ફરિયાદ નોંધાઈ

છોટા ઉદેપુર2 મહિનો પહેલા
  • આ તપાસ કરવાની ફરજનો ભાગ છે- ડોક્ટરનો લુલો બચાવ

છોટા ઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં ડિલિવરી માટે આવેલી મહિલા સાથે ડોકટરે શારીરિક અડપલા કરતા મહિલાએ ડોકટર સામે છેડતીની ફરિયાદ કરી છે. છોટા ઉદેપુર તાલુકાના એક ગામમાં મહિલાને પ્રસુતાની પીડા ઉપડતાં 108 દ્વારા છોટા ઉદેપુરની હોસ્પિટલમાં ગત 3 તારીખના રોજ દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની પ્રસૂતિ થતા જોડિયા બાળકો જન્મ્યા હતા, જેમાંથી એક બાળકનું મોત થયું હતું જ્યારે બીજું બાળક પેટીમાં રાખવામાં આવ્યું છે. ગઈકાલે સાંજે લગભગ 5 વાગ્યાના અરસામાં સિવિલ હોસ્પિટલમાં મહિલા પોતાના બેડ ઉપર હતી ત્યારે ડોકટર વિકાસ પ્રજાપતિ રાઉન્ડમાં આવ્યા હતા, અને પીડિત મહિલાને અલગ રૂમમાં લઈ જઈને શારીરિક અડપલા કર્યા હતા. અને ત્યારબાદ પીડિત મહિલાએ પોતાના પરિજનોને આ અંગે જાણ કરતા હોબાળો થયો હતો.

પોલીસે છેડતીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
​​​​​​​
મહિલાએ ડોકટરે તેની સામે છેડતી કરી હોવાનો આક્ષેપ કરતા છોટા ઉદેપુર પોલીસ હોસ્પિટલ આવી હતી અને ડોક્ટરને લઈ જઈને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી છે. આ અંગે છોટા ઉદેપુર પોલીસે મહિલાની રજૂઆતના આધારે ડોકટર વિકાસ પ્રજાપતિ સામે છેડતીની ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ડૉ. વિકાસ પ્રજાપતિ આ તપાસ કરવાની ફરજનો ભાગ છે. અને પ્રસૂતિ પછી આવી તપાસ કરવી જરૂરી હોવાનું જણાવી મહિલાના આરોપને ખોટો હોવાનું જણાવી રહ્યા છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...