ડ્રાઈવરે કાબૂ ગુમાવી દેતા અકસ્માત:નસવાડીથી કવાંટ રોડ પર આજે વહેલી સવારે મરઘા ભરેલી ગાડી પલટી ખાઈ ગઈ; સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી

છોટા ઉદેપુરએક મહિનો પહેલા

નસવાડીથી કવાંટ રોડ પર આજે વહેલી સવારે પિક અપ ગાડીનો અકસ્માત થયો હતો. નસવાડીથી છોટા ઉદેપુર મરઘાં ભરીને જઈ રહેલી પિક અપ ગાડી ભાખા ગામ પાસે પહોંચતા ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ગાડી પલટી ખાઈ ગઈ હતી.

કાર સવારને સલામત રીતે બહાર કઢાયા
આ અકસ્માત થતા જ બુમાબુમ થઈ ગઈ હતી અને આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. સ્થાનિકો દ્વારા ગાડીમાં સવાર બે જણાને બહાર કાઢ્યા હતા. આ બન્ને જણાને નાની મોટી ઇજા થઇ હતી. સદનસીબે કોઈ જાનહાની ન થતા હાશકારો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...