કાર્યવાહી:છોટાઉદેપુર તાલુકાના રંગપુર ખાતેથી બોગસ ડોકટર ઝડપાયાં

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એલીપેથીક દવાઓ, ઈન્જેક્શન સહિત 43215નો મુદ્દામાલ જપ્ત

છોટાઉદેપુર તાલુકાના રંગપુર ગામ ખાતે બોગસ દવાખાનું ચલાવતો અને ગરીબ આદિવાસી પ્રજાના ભવિષ્ય સાથે ચેડાં કરતો ઝોલાછપ ડોકટરને એલસીબી પોલીસે દુરસીંગભાઇ રૂપલાભાઇ રાઠવાના મકાનમાંથી જય રાજેન્દ્રનાથ વિશ્વાસ કુલ કિ.રુ. 43,215ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.

છોટાઉદેપુર એલસીબી પીઆઈ એચ.એચ. રાઉલજીને બાતમી મળી હતી કે રંગપુર પો.સ્ટે. વિસ્તારમાં રહેતા દુરસીંગભાઇ રૂપલાભાઇ રાઠવાના મકાનમાં જય રાજેન્દ્રનાથ વિશ્વાસ નામનો માણસ કોઇ પણ જાતની ડોકટર ડીગ્રી વિના પ્રેકટીશ કરે છે. ગામના તથા આજુ-બાજુના ગામના અભણ લોકોના સ્વાસ્થ સાથે ચેડા કરી એલોપેથીક દવાઓ આપી ઇન્જેકશનો મારી ડોકટર તરીકેનું કામ કરે છે.

જેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે સદર જગ્યાએ રેઇડ કરતા જય રાજેન્દ્રનાથ વિશ્વાસ હાલ રહે. રંગપુર પટેલ ફળીયા તા.જિ. છોટાઉદેપુર મુળ રહે, ચાંદપુર બજાર ફળીયા જિ. અલીરાજપુર મૂળ રહે. ગુમાકાલીનાગોર તા. અશોકનગર જિ. નોર્થ 24 પરગોના (પશ્વિમ બંગાળ) નાનો ડોકટર તરીકેનું કામ કરતા મળી આવ્યો હતો. અને તેની પાસેથી એલોપેથીક દવાઓ તથા ઇન્જેકશનો તથા અન્ય સાધનો સાથે કુલ કિ.રૂ. 43,215ના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અને રંગપુર પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ ઇસમ વિરૂદ્ધ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...