કાર્યવાહી:તેજગઢથી મેડિકલની ડિગ્રી વગરનો પશ્વિમ બંગાળનો બોગસ ડોક્ટર ઝડપાયો

છોટાઉદેપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 પાસ બોગસ તબીબ મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો
  • મેડિકલના સાધનો, દવાઓ, રોકડ મળી ~21052નો મુદ્દામાલ જપ્ત

છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ગામે મેડિકલની કોઈપણ જાતની ડીગ્રી વગરનો બોગસ ડોકટર બોગસ દવાખાનું ચલાવતો હતો. અને કોરોના કાળની મહામારી વચ્ચે પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતો હોઈ જેને છોટાઉદેપુર પીઆઈ વી. એમ. કામળિયા તથા સ્ટાફના માણસો દ્વારા રેઇડ કરી ઝડપી પાડવામાં આવ્યો હતો.

છોટાઉદેપુર પીઆઈ વી. એમ. કામળિયા છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે તેજગઢ ગામે કસ્બા ફળિયામાં મેડિકલની ડીગ્રી વગર બોગસ દવાખાનું ચાલે છે. જે બાતમીના આધારે વર્ણન વાળી જગ્યાએ રેઇડ કરતા બીપ્લબ ચિતરંજન મલ્લિક ઉ વર્ષ 45 રે કસ્બા ફળીયા મદીના મસ્જિદના ક્વાટર્સ તા. જિ. છોટાઉદેપુર મૂળ રહેવાસી 206 કાલેજ પારા ખપરામારી બેંગાઓ નોર્થ 24 પર ગનસ વેસ્ટ બંગાળને ઝડપી પાડ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસના હાથે ઝડપાયેલા બોગસ ડોકટર 10 પાસ હોય છેલ્લા કેટલાક સમયથી તેજગઢ ગામમાં કોઈપણ જાતની મેડિકલ ડીગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો. જેને પોલીસે મેડિકલના સાધનો, એલોપેથીક દવાઓ, રોકડ રૂ મળી કુલ રૂા. 21052 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. તથા છોટાઉદેપુર પોલીસ મથકે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...