રેસ્ક્યૂ:જબુગામમાં ખેતરમાંથી 10 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યૂ કરાયું

જબુગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેતરની સંરક્ષણ પ્લાસ્ટિકની જાળમાં અજગર ફસાયો હતો

જબુગામ આઈ ટી આઈ નજીકના સજ્જનસિંહ દેસાઈના ખેતરમાં ઘાસચારામાં ખેતરની સંરક્ષણ પ્લાસ્ટિકની જાળમાં ફસાઇ રહેલા દશ ફૂટ લાંબા અજગરને જોતાં જ ગ્રામજનોએ વાઈલ્ડ લાઈફના સદસ્યો તથા બોડલી રેન્જ ફોરેસ્ટ ઓફિસરને જાણ કરી હતી. જેથી ઘટના સ્થળે પહોંચી અજગરનુ રેસકયુ કરી પકડી લીધો હતો.

અજગરના સુસવાટાથી ખેતરમાં ઘાસચારો કાપતી મહિલા હેબતાઈ ગઈ હતી. જબુગામ આઈ.ટી.આઈના મયુરભાઈ શાહને જાણ કરતાં જ બોડેલી વાઈલ્ડ લાઈફના સભ્યોને જાણ કરતાં જ ઘટના સ્થળે પહોંચી અજગરનું રેસ્કયુ કરી સિફતપૂર્વક પકડી લીધો હતો. 10 ફૂટ લાંબા અને જાડાઇ ધરાવતા 20 કિલો વજનનો અજગર દેખા દેતા નાસભાગ મચી જવા પામી હતી. અજગરને જાંબુઘોડાના કુદરતી વાતાવરણમાં મુક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...