હાલાકી:તેજગઢ જોજ રોડના ગરનાળા ઉપર 1 ફૂટ ઊંડો ખાડો પડ્યો

તેજગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
તેજગઢ જોજ રોડના ગરનાળાના ખાડાઓના કારણે ખખળધજ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ. - Divya Bhaskar
તેજગઢ જોજ રોડના ગરનાળાના ખાડાઓના કારણે ખખળધજ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ.
  • RCC રોડના સળિયા બહાર આવી જતાં રાત્રીમાં પસાર થવું મુશ્કેલ
  • વહેલી તકે ખાડાઓ પૂરવા રાહદારીઓ દ્વારા માગ કરાઈ

તેજગઢ જોજ રોડ પર આવેલ રેલવે ગળનારાના રસ્તા પરએક ફૂટ ઊંડા ખાડામાં પડી જતા રાહદારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા પામ્યા છે. રેલવે તંત્ર દ્વારા બનાવેલ આરસીસી રસ્તાના લોખંડના સળિયા પણ બહાર આવી ગયેલા જોવા મળે છે. રાત્રે રાહદારીઓને ભયાનક પરિસ્થિતિમાં રસ્તો પસાર કરવામાં બીક લાગે છે. રસ્તાનું સમારકામ રેલ્વે તંત્ર કે માર્ગ-મકાન વિભાગમાંથી કોણ કરશે? તે પણ પ્રશ્ન મૂંઝવણમાં જોવા મળે છે. વહીવટી તંત્રને લોકો દ્વારા અનેક રજૂઆતો કરવામા આવી છે. પરંતુ તંત્રના બહેરા કાનોમા અવાજ પહોંચ્યો હોય તેમ જોવા મળતુ નથી.

પ્રજાના સેવકો અને અધિકારીઓ પણ આ જ રસ્તાનો ઉપયોગ કરવા છતાં કોઈ ગંભીરતા લેવામાં આવતી નથી. જો વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ આ ગળનાળામાંથી એક જ વાર પસાર થાય તો તેજગઢ-જોજ રોડ પર પસાર થતાં હજારો લોકોને પડતી તકલીફનો અનુભવ ચોક્કસ જોવા મળશે. લાગતું વળગતું વહીવટી તંત્ર અને પ્રજાના સાચા સેવકો રસ્તાના ખાડા વહેલી તકે પુરાવે તેવું ઈચ્છનીય છે.

આ બાબતે તેજગઢ તાલુકા પંચાયતના સભ્ય આકાશભાઈ ચૌહાણ જણાવ્યુ હતુ કે તેજગઢ રેલ્વે ગરનાળા મોટ ખાડાઓ પુરવા માટે તાલુકા સંકલન સમિતિમા જીવલેણ ખાડાઓ પુરવા તેમજ વરસાદી પાણીના નિકાલ માટે રજૂઆત કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...