તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:જિલ્લા પંચાયતમાં 173 ફોર્મમાંથી 83 જ્યારે તાલુકા પંચાયતના 641માંથી 372 ફોર્મ માન્ય

છોટા ઉદેપુર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
નસવાડી તાલુકા પંચાયતમા ઉમેદવારો ફોર્મ ચકાસણી વખતે હાજર રહ્યા હતા. - Divya Bhaskar
નસવાડી તાલુકા પંચાયતમા ઉમેદવારો ફોર્મ ચકાસણી વખતે હાજર રહ્યા હતા.
 • છોટાઉદેપુર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી અંગે ઉમેદવારોની ફોર્મ ચકાસણી સંપન્ન
 • જિલ્લા પંચાયતની તેજગઢ બેઠક ઉપર કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવનારને 2 થી વધુ બાળક હોઇ ફોર્મ રદ
 • સંખેડા તાલુકા પંચાયતમાં 84માંથી 27 જ્યારે જિલ્લા પંચાયતમાં 21માંથી 8 ફોર્મ રદ થયા

છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી તા 28 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. જેમાં જિલ્લા પંચાયતની 32 બેઠક, છોટાઉદેપુર તાલુકા પંચાયતની 26, બોડેલી તાલુકા પંચાયતની 26, નસવાડી તાલુકા પંચાયતની 22 બેઠક કવાંટ તાલુકા પંચાયતની 26 બેઠક, સંખેડા તાલુકા પંચાયતની 18 બેઠક, જેતપુરપાવી તાલુકા પંચાયતની 22 બેઠક ઉપર ચૂંટણીઓ યોજાનાર છે.

જેમાં તમામ બેઠકો ઉપર રાજકીય પક્ષો દ્વારા જાહેર કરેલ ઉમેદવારોએ તા 13 ના રોજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોય જેથી ઉમેદવારી નોંધાવી હતી. અને કુલ 814 ફોર્મ ભરાયા હતા. અને ફોર્મ ભરવા અંગે ઉમેદવારો અને સમર્થકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. ઉમંગ અને ઉત્સાહ સાથે વાજતે ગાજતે ઉમેદવારી પત્રો ભર્યા હતા. છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ અંગે હવે ગામડે ગામડે રાજકીય આગેવાનો દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ઉમેદવારો મત મેળવવા અર્થે સખત મહેનત કરી રહ્યા છે.

સોમવાર તા 15 ના ઉમેદવારોના ફોર્મ ચકાસણીની તારીખ હોય છોટાઉદેપુરના જિલ્લા પંચાયતની સંખેડા બેઠક ઉપર ઉમેદવારોના 21 ફોર્મ માંથી 8 ફોર્મ અમાન્ય થયા હતા. નસવાડી જિલ્લા પંચાયતની બેઠકો ઉપર 34 ફોર્મ માંથી 18 ફોર્મ અમાન્ય થયા હતા. કવાંટ જિલ્લા પંચાયતની 6 બેઠકો ઉપર 31 ફોર્મ માંથી 13 અમાન્ય થયા હતા.છોટાઉદેપુર ની બેઠકો ઉપર 32 ફોર્મ માંથી 20 માન્ય અને 12 અમાન્ય થયા હતા. જેતપુર પાવી બેઠકો ઉપર 27 ફોર્મ માંથી 16 માન્ય અને 11 અમાન્ય થયા હતા. બોડેલી બેઠક ઉપર કુલ 28 ફોર્મ માંથી 16 ફોર્મ માન્ય 12 ફોર્મ અમાન્ય થયા હતા.

છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં 132 ફોર્મ માંથી 78 માન્ય અને 54 ફોર્મ અમાન્ય થયા હતા. જેતપુરપાવી તાલુકા પંચાયતમાં 104 ફોર્મ માંથી 60 ફોર્મ માન્ય અને 44 ફોર્મ અમાન્ય થયા હતા. બોડેલી તાલુકા પંચાયતમાંથી 106 ફોર્મ માંથી 58 ફોર્મ માન્ય અને 58 ફોર્મ અમાન્ય થયા હતા. ​​​​​​​છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં કુલ 173 ફોર્મ માંથી 83 ફોર્મ માન્ય અને 90 ફોર્મ અમાન્ય રખાયા હતા. અને જિલ્લાની 6 તાલુકા પંચાયતના કુલ ફોર્મ 641 માંથી 372 ફોર્મ માન્ય અને 269 ફોર્મ અમાન્ય રખાયા હતા. છોટાઉદેપુર જિલ્લા પંચાયત ની તેજગઢ બેઠક ઉપર કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવનાર શિલાબેન નરસિંહભાઈ રાઠવા 2 થી વધુ બાળક હોય જેનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું.

કરજણ તાલુકા-જિલ્લા પં.ની 24 બેઠકો માટેના 97 ફોર્મ માન્ય રહ્યા
કરજણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામન્ય ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ચકાસણી કરજણ મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીએ રાખવામાં આવી હતી. જેમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 24 બેઠકો માટેના 97 ફોર્મ માન્ય રહ્યા હતા. તા.પં.ની 20 બેઠકો માટે 78 ફોર્મમાંથી 26 રદ અને 52 માન્ય રહ્યા હતા. જ્યારે જિ.પં.ની 4 બેઠકો માટે 19 ફોર્મમાંથી 8 રદ થયા હતા.
કરજણ તાલુકા પંચાયતની 20 બેઠકો માટે 78 ઉમેદવારી ફોર્મમાંથી 52 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. જ્યારે જિલ્લા પંચાયતની 4 બેઠકોની ફોર્મ ચકાસણી કરજણ પ્રાંત કચેરીએ રાખી હતી. જેમાં જિ.પં.ની 4 બેઠક માટે 19 ફોર્મ ભરાયા હતા. ત્યારે ચકાસણી દરમિયાન 11 ઉમેદવારી ફોર્મ માન્ય રહેવા પામેલ છે. આમ હવે ફોર્મ પરત કેટલા ખેંચાય છે એના પછી જ ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.

નસવાડીમા તાલુકા અને જિલ્લા પંચાયતના 57 ઉમેદવારી પત્રો રદ થયા, 77 માન્ય રખાયા
નસવાડીની 22 તા.પં. બેઠક અને 5 જિ.પં.બેઠકોના ઉમેદવારી પત્રો ભરાયા બાદ ભાજપ-કોંગ્રેસે ઉમેદવારના નામ જાહેર કર્યા બાદ બંને પક્ષમાં કકળાટ ઉભો થયો છે. ભાજપથી નારાજ કાર્યકરોએ તો 3 જિ.પં. અને તા.પં.ની બેઠક પર ઉમેદવાર ઉભા કર્યા અને અપક્ષમાં ઉમેદવારી પણ નોંધાવી છે. ત્યારે તાલુકામાં જિલ્લા અને તા.પં.ની બેઠક માટે134 ફોર્મ ભરાયા હતા. જેમાં તા.પં.ની બેઠકના 100 ફોર્મ ભરાયા હતા. જેમાં 61 મંજૂર કરાયા છે. જ્યારે ડમી તેમજ વધુ ફોર્મ હોઇ 39 રદ થયા છે. જિ.પં.ની 5 બેઠકોમાં 34 ફોર્મ ભરાયા જેમાં 18 રદ થયા છે.

સંખેડા તાલુકા પં. માટે 57, જિલ્લા પં.માટે 13 ઉમેદવારીપત્ર માન્ય
સંખેડા તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરાયા બાદ સંખેડા તાલુકા સેવાસદન ખાતે ઉમેદવારીપત્રની ચકાસણી જે તે ચૂંટણી અધિકારી સમક્ષ કરાઇ હતી. જેમાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. સંખેડા તાલુકા પંચાયતની 18 બેઠકો માટે કુલ 84 ઉમેદવારીપત્ર અને તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની ચાર બેઠકો માટે 21 ઉમેદવારીપત્ર ભરાયા હતા. કોંગ્રેસ-ભાજપ તેમજ બીએસપી અને અપક્ષો દ્વારા ઉમેદવારીપત્ર ભરાયા હતા. એમાં મુખ્યત્વે કોંગ્રેસ-ભાજપના એક કરતાં વધુ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યા હતા. જોકે જે ઉમેદવારના મેન્ડેટ આવ્યા હતા તેમના ઉમેદવારીપત્ર માન્ય રહ્યા હતા.સંખેડા તા.પં.ની 18 બેઠકો માટેના 84 પૈકી 27 ફોર્મ રદ્દ થયા હતા. અને જિ.પં.ના 21 પૈકી 8 ફોર્મ રદ્દ થયા હતા.

શિનોર તાલુકા પંચાયતની બેઠકો માટે 57માંથી 15 ફોર્મ રદ થયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે સોમવારે ઉમેદવારોના ફોર્મ ચકાસણીની કાર્યવાહી શિનોર તાલુકા સેવા સદન અને શિનોર તાલુકા પંચાયત કચેરીમાં કરવામાં આવી હતી. જેમાં શિનોર તાલુકા પંચાયતના કુલ 16 બેઠકો માટે 57 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. તેમાથી કુલ 15 ઉમેદવારોના હોર્મ રદ થયેલ છે. જેમાં તાલુકા પંચાયતમાં ડમી ઉમેદવારી કરનારાના ફોર્મ પરત કરેલ છે. જ્યારે જિલ્લા પંચાયતના એક ડમી ઉમેદવાર ફોર્મ રદ કરેલ છે. સોમવારે શિનોર તાલુકા પંચાયત કચેરી અને શિનોર તાલુકા સેવા સદન ખાતે ઉમેદવારો આવેલા હતા. જ્યાં ચકાસણીની કામગીરી સંપન્ન થઇ હતી. શિનોર તાલુકા પંચાયતમાં અપક્ષ ઉમેદવારો દ્વારા ચીન્હની માગણી કરાઇ હતી. તાલુકા પંચાયત કચેરી દ્વારા મંગળવારે ચિહ્નોની ફાળવણી કરવામાં આવશે.

બોડેલી તાલુકામાં તા. પં.માં 58 જિલ્લા પં.માં 16 ઉમેદવારો રહ્યા
બોડેલી તાલુકાની 26 તાલુકા પંચાયત બેઠકો માટે 106 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તેમાંથી 48 ડમી ફોર્મ અમાન્ય ઠરતા હવે 58 ઉમેદવારો રહ્યા છે અને તાલુકાની છ જિલ્લા બેઠકો માટે 28 ફોર્મ પૈકી 12 અમાન્ય ઠરતા હવે 16 ઉમેદવારો રહ્યા છે. કોઈ ઉમેદવારનું ફોર્મ રદ થયું નથી. 26 તાલુકા બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ સાથે આપ અને અપક્ષોએ પણ છ બેઠકો પર ઝંપલાવ્યું છે.

બગલીયા બેઠક પર રાઠવા સમાજમાં બન્ને પક્ષ દ્વારા ટિકિટ અપાઈ
નસવાડી તાલુકા પંચાયતની બગલીયા બેઠકના ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવાર રાઠવા જ્ઞાતિના છે. બંનેએ એક જ વાત કરી હતી કે ચૂંટણીમાં સંબંધો ખરાબ થવા ન જોઈએ, લોકશાહીનું પર્વ છે. તમે જીતો કે અમે જીતી જઈએ, આપણા વિસ્તારનું કામ થવું જોઈએ. બસ એ જ ચૂંટણી પછીનું લક્ષ હોવું જોઈએ. બંને ઉમેદવાર ચૂંટણી લક્ષી ચર્ચા હળવા મૂડમાં કરતા નજરે ચડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો