તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટના સ્ટાફની 8 વ્યક્તિઓ સંક્રમિત, જિલ્લામાં કુલ 995

છોટા ઉદેપુર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • છોટાઉદેપુર જિલ્લામાં શુક્રવારે કોરોના પોઝિટિવના નવા 9 કેસ નોંધાયા
 • શુક્રવારે 530 જેટલા એન્ટિજન અને આરટીપીસીઆર સેમ્પલ તપાસ અર્થે લેવાયા હતા

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના કેસોમાં શુક્રવાર તા 2 એપ્રિલના નવા 9 કેસ પોઝિટિવ નોંધાયા છે. શુક્રવારના રોજ જિલ્લામાં જે 9 કેસ પોઝિટિવ આવ્યા તેમાંથી છોટાઉદેપુર ડિસ્ટ્રીક્ટ કોર્ટના સ્ટાફની 8 વ્યક્તિઓ કોરોના સંક્રમિત થઈ હતી. જે કેસ પોઝિટિવ આવ્યા તેમાં (1) 26 વર્ષનો યુવાન ભેંસાવહી પાવીજેતપુર (2) 40 વર્ષના આધેડ ડિસ્ટ્રીક કોર્ટ છોટાઉદેપુર (3) 50 વર્ષના મહિલા ડિસ્ટ્રીક કોર્ટ છોટાઉદેપુર (4) 25 વર્ષની યુવતી ડિસ્ટ્રીક કોર્ટ છોટાઉદેપુર (5) 48 વર્ષના આધેડ ડિસ્ટ્રીક કોર્ટ છોટાઉદેપુર (6) 27 વર્ષના યુવાન ડિસ્ટ્રીક કોર્ટ છોટાઉદેપુર (7) 49 વર્ષના આધેડ ડિસ્ટ્રીક કોર્ટ છોટાઉદેપુર (8) 45 વર્ષના આધેડ ડિસ્ટ્રીક કોર્ટ છોટાઉદેપુર (9) 40 વર્ષના આધેડ ડિસ્ટ્રીક કોર્ટ છોટાઉદેપુરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જિલ્લામાં ઘણા દિવસોથી કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તંત્ર પણ આ અંગે ભારે દ્વિધામાં મુકાઈ ગયું છે. પ્રજામાં પણ ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 995 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે. આજરોજ જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી કોરોના તપાસ અર્થે 530 જેટલા એન્ટીજન અને આરટીપીસીઆર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 923 જેટલા દર્દીઓને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 48 જેટલા દર્દીઓ એડમિટ છે. અને 24 દર્દીના મોત થયા છે.

છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં છોટાઉદેપુર તાલુકામાં 302, પાવીજેતપુર તાલુકામાં 75, બોડેલી તાલુકામાં 322, સંખેડા તાલુકામાં 165, કવાંટ તાલુકામાં 81, નસવાડી તાલુકામાં 51 કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં સરકાર દ્વારા કોરોના આરોગ્ય કર્મચારીઓને કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં બીજા તબક્કાની કોરોના વિરોધી રસીકરણ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં છોટાઉદેપુર તાલુકામાં અત્યાર સુધી 16360, પાવીજેતપુર તાલુકામાં 14223, બોડેલી તાલુકામાં 14737, સંખેડા તાલુકામાં 13121, કવાંટ તાલુકામાં 15628, નસવાડી તાલુકામાં 14467, કુલ 88536 કરતા વધુ વ્યક્તિઓને બીજા તબક્કામાં અત્યાર સુધીમાં કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો