તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:છોટાઉદેપુરમાં કોરોનાના 75 પોઝિટિવ કેસ, કુલ 2299

છોટાઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં વધતા કોરોના કેસોથી પ્રજા ભયમાં , કુલ 1834 દર્દી સાજા થતાં રજા આપી દેવાઇ

છોટાઉદેપુર જિલ્લામાં કોરોના covid19 કેસોની સંખ્યામાં દિનપ્રતિદિન સતત વધારો થતો જાય છે. જેનાથી જિલ્લામાં હાહાકાર મચી ગયો છે. વધુ વકરતી જતી પરિસ્થિતિને કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. આજરોજ તારીખ 10 મે 2021એ જિલ્લામાં નવા 75 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જિલ્લામાં આજરોજ બોડેલી તાલુકા 25, છોટાઉદેપુર તાલુકામાં 21 કેસ, પાવીજેતપુર તાલુકામાં 15 કેસ, કવાંટ તાલુકામાં 12 કેસ, અને સંખેડા તાલુકામાં 2 કેસ પોઝિટિવ નોંધાયા હતા. તેમ જિલ્લા આરોગ્ય તંત્ર ધ્વારા જાણવા મળ્યું હતું.

જિલ્લામાં ઘણા સમયથી કોરોના કેસોમાં ભારે તેજ ગતિએ ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. જે પ્રજાજનો માટે ભારે ચિંતાનો વિષય બન્યો છે. વધતા જતા કોરોના કેસોને કારણે તંત્ર પણ આ અંગે ભારે મૂંઝવણમાં મુકાઈ ગયું છે. સમગ્ર જિલ્લામાં વધતા જતા કેસોને કારણે પ્રજામાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં કુલ 2299 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે.

આજરોજ જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી કોરોના તપાસ અર્થે 2055 જેટલા એન્ટીજન અને આરટીપીસીઆર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 1834 જેટલા દર્દીઓ સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 430 જેટલા દર્દીઓ એડમિટ છે. અને 35 દર્દીના મોત થયા છે. છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં છોટાઉદેપુર તાલુકામાં 649, પાવીજેતપુર તાલુકામાં 321, બોડેલી તાલુકામાં 622, સંખેડા તાલુકામાં 242, કવાંટ તાલુકામાં 186 અને નસવાડી તાલુકામાં 279 કેસ પોઝિટિવ નોંધાયા છે.

છોટાઉદેપુર જિલ્લામાં 1347 વ્યક્તિઓને કોરોના વિરોધી રસી અપાઇ
છોટાઉદેપુર જિલ્લામાં સરકાર દ્વારા કોવિશિલ્ડ કોરોના વિરોધી રસીકરણ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં આરોગ્ય તંત્ર દ્વારા છોટાઉદેપુર જિલ્લાના દરેક તાલુકામાં કોરોના વિરોધી રસીકરણ કકરા રહ્યું છે. પ્રજામાં કોરોના વાઇરસના સંક્રમણથી બચવા અર્થે રસી મુકાવવા ભારે તત્પરતા જોવા મળી રહી છે.

છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં રોજ કોરોના વિરોધી રસીકરણ કરવામાં આવી રહ્યું છે.જેમાં આજરોજ તારીખ 10 મે 2021ના જિલ્લાના છોટાઉદેપુર તાલુકામાં 28, પાવીજેતપુર તાલુકામાં 61, કવાંટ તાલુકામાં 202, નસવાડી તાલુકામાં 453, સંખેડા તાલુકામાં 329, બોડેલી તાલુકામાં 274 વ્યક્તિઓને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી. જિલ્લામાં આજરોજ કુલ 1347 જેટલી વ્યક્તિઓને કોરોના વિરોધી રસી અપાઇ હતી, તેમ આરોગ્ય તંત્ર દ્વારા જાણવા મળ્યું હતું. ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...