તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:છોટાઉદેપુર જિલ્લામાં 74 કર્મીઓને વેક્સિનેશન, કોરોના વોરિયર્સને બીજા રાઉન્ડમાં  કોરોના વિરોધી રસી આપવામાં આવી

છોટા ઉદેપુર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં વેક્સિનેશનના બીજા તબક્કામાં અત્યાર સુધી 131 કર્મીઓને રસી મૂકવામાં આવી

છોટાઉદેપુર જિલ્લામાં સરકાર દ્વારા કોરોના આરોગ્ય કર્મચારીઓને કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ આપવાની બીજા તબક્કાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં કોરોના વિરોધી રસીકરણ પ્રક્રિયા ચાલી રહી છે.

ગુરુવારે છોટાઉદેપુર જિલ્લામાં ફરજ બજાવી રહેલાં 74 ફ્રન્ટ લાઇન કોરોના વોરીયર્સને બીજા રાઉન્ડમાં કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી. જેમાં છોટાઉદેપુર તાલુકામાં 38, બોડેલી તાલુકામાં 24 અને કવાંટ તાલુકામાં 12 કુલ 74 કર્મચારીઓને ગુરુવારે બીજા તબક્કાની કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી. અત્યાર સુધી બીજા તબક્કામાં કુલ 131 કર્મચારીઓને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી. તેમ જિલ્લા આરોગ્ય અધિકારી મહેશભાઇ ચૌધરી એ જણાવ્યું હતું.

ગુરુવારે છોટાઉદેપુર જિલ્લામાં એકપણ કોરોનાના કેસ નોંધાયો ન હતો. જિલ્લામાં ઘણા દિવસોથી કોરોના કેસોની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેનાથી પ્રજાએ રાહતનો શ્વાસ લીધો છે અને તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 815 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે. ગુરુવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી કોરોના તપાસ અર્થે 266 એન્ટીજન અને આરટીપીસીઆર સેમ્પલ કોરોના તપાસ અર્થે લેવામાં આવ્યા હતા. જિલ્લામાં હાલમાં કુલ 787 દર્દીઓ સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી, 5 દર્દીઓ એડમિટ છે અને 24 દર્દીના મોત થયા છે.

ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા કોરોના સંક્રમિત થયાં
સંખેડા તાલુકાના લોટિયા ગામના અને છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાને તબિયત સારી ના લાગતા તેઓએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો હતો. કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓને સારવાર અર્થે વડોદરા ખાતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા તા.16મીના રોજ સંખેડા ખાતે આવ્યા હતા. સંખેડા ખાતે આવ્યા બાદ કાર્યકરો સાથે સેવાસદનમાં ઘૂમ્યા હતા. સંખેડા આવ્યા ત્યારે જ તેઓએ તબિયત સારી ન લાગતી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો