તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:છોટાઉદેપુરમાં શનિવારે 72 સંક્રમિત કેસ, કુલ આંક 2182

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ1688 દર્દીઓ સાજા થતાં રજા અપાઈ, 461 સારવારમાં
  • દર્દીઓની સારવાર અર્થે હવે હોસ્પિટલોમાં જગ્યા નથી

છોટાઉદેપુર જિલ્લામાં કોરોના કોવિડ-19 કેસોની સંખ્યામાં દિનપ્રતિદિન ભારે વધારો થતો જાય છે. કોરોનાનું સંક્રમણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે. જેનાથી જિલ્લામાં હાહાકાર મચી ગયો છે. વધુ વકરતી જતી પરિસ્થિતિને કારણે અને વધુ કેસ પોઝિટિવ આવવાથી દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલોમાં જગ્યા નથી. જેના કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.

જિલ્લાની હોસ્પિટલોમાં દર્દીઓના સગાઓ રઝળપાટ જોઈને અરેરાટી ફેલાઈ જાય છે. પૂરતો સ્ટાફ નથી સરકાર હાલ કોરોનાની કપરી પરિસ્થિતિમાં જિલ્લામાં આવેલ હોસ્પિટલોમાં સ્ટાફની પૂરતી ભરતી કરે તેની તાતી જરૂર છે. તેમ દર્દીઓના સગા માગ કરી રહ્યા છે.

છોટાઉદેપુર જિલ્લામાં જીવલેણ કોરોના વાઈરસ કોવિડ-19 કેસોમાં રોજેરોજ વધારો જોવા મળી રહ્યો છે. શનિવારે તારીખ 8 મેના રોજ જિલ્લામાં એક સાથે 72 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જિલ્લામાં શનિવારે સંખેડા તાલુકા 26, નસવાડી તાલુકામાં 18 કેસ, છોટાઉદેપુર તાલુકામાં 15 કેસ, પાવીજેતપુર તાલુકામાં 7 કેસ, અને કવાંટ તાલુકામાં 6 કેસ પોઝિટિવ નોંધાયા હતા. તેમ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જાણવા મળ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લામાં ઘણા સમયથી કોરોના કેસોમાં ભારે ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. જે પ્રજા માટે ભારે ચિંતાનો વિષય બન્યો છે. વધતા જતા કોરોનાના કેસોને કારણે તંત્ર પણ આ અંગે ભારે દ્વિધામાં મુકાઈ ગયું છે. સમગ્ર જિલ્લામાં વધતા જતા કેસોને કારણે પ્રજામાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 2182 કેસ પોઝિટિવ નોંધાઇ ચૂક્યા છે.

શનિવારના રોજ જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી કોરોના તપાસ અર્થે 1458 જેટલા એન્ટિજન અને આરટીપીસીઆર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 1688 જેટલા દર્દીઓને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. હાલ જિલ્લામાં 461 જેટલા દર્દીઓ એડમિટ છે અને સારવાર લઇ રહ્યા છે. જ્યારે 33 દર્દીના મોત થયા છે.

અન્ય સમાચારો પણ છે...