તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:છોટાઉદેપુર જિલ્લામાં 672ને કોરોના વિરોધી રસી મૂકાઈ, સોમવારે પાવીજેતપુરમાં 9 વર્ષનો બાળક કોરોનાથી સંક્રમિત થયો, કુલ કેસ 811

છોટા ઉદેપુર19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં અત્યારસુધી કુલ 8229 કર્મચારીઓને વેક્સિનેશન

છોટાઉદેપુર જિલ્લામાં સરકાર દ્વારા કોરોના આરોગ્ય કર્મચારીઓને કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં કોરોના વિરોધી રસીકરણ પ્રક્રિયા ચાલી રહી છે.

જિલ્લામાં સોમવારે છોટાઉદેપુર તાલુકામાં 333, પાવીજેતપુર તાલુકામાં 132, બોડેલી તાલુકામાં 60, સંખેડા તાલુકામાં 102, કવાંટ તાલુકામાં 36, નસવાડી તાલુકામાં 9 કુલ 672 કર્મચારીઓને સોમવાર તા. 8 ફેબ્રુઆરીના કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં જિલ્લામાં છોટાઉદેપુર તાલુકામાં 2247 પાવીજેતપુર તાલુકામાં 1519, બોડેલી તાલુકામાં 1354, સંખેડા તાલુકામાં 630, કવાંટ તાલુકામાં 1360, અને નસવાડી તાલુકામાં 1119 કુલ 8229 કર્મચારીઓને અત્યાર સુધીમાં કોરોના વિરોધી રસી આપવામા આવી છે.

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના કેસોમાં સોમવાર તા.8 ફેબ્રુઆરીના રોજ એક કોરોના કેસ નોંધાયો જેમાં 8 વર્ષનું બાળક બસ સ્ટેન્ડ ફળીયા પાવીજેતપુર જિ. છોટાઉદેપુરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જિલ્લામાં ઘણા દિવસોથી કોરોના કેસોની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેનાથી પ્રજાએ રાહતનો શ્વાસ લીધો છે અને તંત્રે પણ હાશકારો અનુભવ્યો છે. જિલ્લામાં કુલ 811 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે. સોમવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી કોરોના તપાસ અર્થે 247 એન્ટીજન અને આરટીપીસીઆર સેમ્પલ કોરોના તપાસ અર્થે લેવામાં આવ્યા હતા. જિલ્લામાં હાલમાં કુલ 782 દર્દીઓ સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 5 દર્દીઓ એડમિટ છે અને 24 દર્દી ના મોત થયા છે.

અત્યાર સુધીમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ બોડેલી તાલુકાના 269 નોંધાયા છે. બીજા ક્રમે છોટાઉદેપુર તાલુકાના 217 કેસ નોંધાયા છે. સંખેડા તાલુકા 152 કેસ, કવાંટ તાલુકા 70 કેસ, પાવીજેતપુર તાલુકામાં 58 કેસ, નસવાડી તાલુકામાં 45 કેસ પોઝીટીવ નોંધાયા છે.

સંખેડા તાલુકામાં સોમવારે વધુ 102 કર્મચારીઓને કોરોનાની રસી અપાઇ
સંખેડા તાલુકામાં સોમવારે 102 કર્મચારીઓને કોરોનાની રસી મુકવામાં આવી હતી. સંખેડા રેફરલ હોસ્પિટલમાં અને બહાદરપુર પી.એચ.સી. ખાતે કોરોનાની રસી મુકવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોલીસ કર્મચારી, હોમગાર્ડ, ટ્રાફિકની કામગીરી સાંભળતા કર્મચારીઓ અને રેવન્યુ વિભાગના બે કર્મચારીઓને કોરોનાની રસી મુકવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો