ભાસ્કર વિશેષ:છોટાઉદેપુર તા.માં 65 લાભાર્થીઓને વીજ જોડાણ મળ્યું

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
65 જેટલા લાભાર્થીઓને કુટિર જ્યોત યોજનામાં વીજ જોડાણ મળતા આનંદ. - Divya Bhaskar
65 જેટલા લાભાર્થીઓને કુટિર જ્યોત યોજનામાં વીજ જોડાણ મળતા આનંદ.
  • ધંધોડામાં 35 વર્ષથી 13 ઘરો અંધારામાં વીજળી વિના રહેતા હતા
  • ધંધોડા, બૈડવી અને મીઠાલીમાં કુટિર જ્યોત યોજના હેઠળ કુલ 65 વીજ કનેક્શનો અપાયાં

છોટાઉદેપુર તાલુકાના ધંધોડા, બૈડવી, મીઠાલી જેવા ગામોમાં વીજળીના અભાવે આદિવાસી પ્રજા ભારે પરેશાન હતી. વીજળી ન મળતાં વર્ષોથી અંધારા ઉલેચવાનો વારો આવતો હતો. પરંતુ સરકારની કુટિર જ્યોત યોજના હેઠળ 65 જેટલા લાભાર્થીઓને વીજ જોડાણ માટેની કામગીરી શરૂ કરી દેવાઇ છે. આથી હવે વર્ષોથી રહેલી વીજળીની સમસ્યા હલ થશે. ઘરે ઘરે વીજ જોડાણ મળતાં ગરીબ આદિવાસી ભારે ખુશ જોવા મળી રહ્યો છે.

છોટાઉદેપુર તાલુકામાં આવેલ ધંધોડા ગામે છેલ્લા 35 વર્ષથી 13 જેટલા ઘરો અંધારામાં વીજળી વગર રહેતા હતા. તેઓને કુટિર જ્યોત યોજના હેઠળ વીજ કનેક્શન મળતાં ભારે આનંદ ફેલાયો છે. તાલુકાના ધંઘોડાની સાથે સાથે બૈડવી ગામે 12 અને મીઠાલી ગામે 40 જેટલા કુલ 65 વીજ કનેક્શનો આપવામાં આવ્યા છે. જેથી સમગ્ર છોટાઉદેપુર પંથકમાં આનંદની લાગણી ફેલાઇ છે. છોટાઉદેપુરના એમજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર જે આર દરજીએ જણાવ્યું હતું કે કુલ 65 જેટલા લાભાર્થીઓને વીજ કુટિર જ્યોત યોજના હેઠળ વીજ જોડાણ અંગેની કામગીરી કરવામાં આવી છે. હાલ બીજી કામગીરી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...