કોરોના બેકાબૂ:છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા, કુલ આંક 494

છોટાઉદેપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સંખેડામાં 1, છોટાઉદેપુરમાં 2, નસવાડીમાં 2, આંબાપુરામાં 1 કેસ

છોટાઉદેપુર જિલ્લામાં કોરોના covid-19 પોઝિટિવ કેસોમા દિન પ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં તા. 28 સુધીમાં 488 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જેમાં મંગળવાર, તા 29ના નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી કુલ પોઝિટિવ કેસનો આંક 494 ઉપર પહોંચ્યો છે.

મંગળવારે જિલ્લામાં કોરોના પોઝિટિવના નવા 2 કેસ ઉમેરાયા તેમાં (1) 38 વર્ષ યુવાન ટાવર સામે સંખેડા (2) 23 વર્ષ યુવાન નવાપુરા ફળિયું છોટાઉદેપુર (3) 56 વર્ષ મહિલા જૈન મંદિર નજીક છોટાઉદેપુર (4) 25 વર્ષ યુવાન વણકર વાસ નસવાડી (5) 45 વર્ષ આધેડ વણકર વાસ નસવાડી (6) 23 વર્ષ યુવાન આંબા પુરા સંખેડા પોઝિટિવ આવ્યા છે. હાલમાં 414 કોરોના દર્દી સાજા થઈ જતા તેઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 66 દર્દી એડમિટ છે. અને 11 દર્દીના મોત થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા 786 એન્ટીજન અને આર્ટીફિશિયલ સેમ્પલ કોરોના તપાસ અર્થે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી લેવામાં આવ્યા છે. આજરોજ જિલ્લામાંથી 7 દર્દીને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. કોરોના વાઇરસના સૌથી વધારે કેસ બોડેલી તાલુકાના 176 કેસ નોંધાયા છે. બીજા ક્રમે છોટાઉદેપુર 121, સંખેડા 101, કવાંટ 38, પાવીજેતપુર 35 અને નસવાડી 23 કેસ નોંધાયા છે.

સંખેડા તાલુકામાં કોરોનાની સદી, કુલ કેસ 101
છોટાઉદેપુર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા પ્રસિદ્ધ કરાયેલી અખબારી યાદી મુજબ મંગળવારે સંખેડા તાલુકામાં કોરોનાના બે નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. સંખેડા તાલુકાના આંબાપુરા ગામના 23 વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે. ઉપરાંત સંખેડા ગામમાં ટાવર પાસે રહેતા 38 વર્ષીય પુરુષનો કોરોના પોઝિટિવ આવ્યો છે. આ નવા બે સાથે સંખેડા તાલુકામાં અત્યાર સુધીના કોરોનાના કુલ કેસનો આંક 101 થયો છે. જેમાંથી 82 કોરોના સંક્રમિતની તબિયત સારી થતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયેલ છે. તેમજ હાલમાં કુલ 17 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે.

અન્ય સમાચારો પણ છે...