તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના વધુ 6 કેસ નોંધાયા, કુલ આંક 539

છોટાઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તેજગઢમાં 1, બોડેલીમાં 2, સંખેડામાં 1, આથા ડુંગરીમાં 1, નસવાડીમાં 1 કેસ
  • સોમવારે તાલુકામાં જુદા જુદા વિસ્તારમાંથી 15 દર્દીઓ સાજા થતાં રજા અપાઈ

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. રોજેરોજ જિલ્લામાં કેસોની સંખ્યામાં વધારો થતાં પ્રજા ભયભીત જોવા મળી રહી છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 533 કેસ પોઝિટિવ નોંધાયા હતા. સોમવાર તા 12/10/20 ના નવા 6 કેસ ઉમેરાતા કુલ પોઝિટિવ કેસનો આંક 539 ઉપર પહોંચ્યો છે.

સોમવારે જિલ્લામાં જે 6 પોઝિટિવ કેસ આવ્યા તેમાં (1) 36 વર્ષ યુવાન તેજગઢ છોટાઉદેપુર (2) 32 વર્ષ યુવતી વ્રજભૂમિ સોસાયટી બોડેલી (3) 64 વર્ષ વૃદ્ધ પીક અપ સ્ટેન્ડ બોડેલી (4) 36 વર્ષ યુવાન કસ્બા સંખેડા (5) 31 વર્ષ યુવાન આથા ડુંગરી કવાંટ (6) 50 વર્ષ આધેડ સ્ટેશન રોડ નસવાડી પોઝિટિવ આવ્યા છે. સોમવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી 739 એન્ટીજન અને આર્ટીફિશિયલ સેમ્પલ કોરોના તપાસ અર્થે લેવામાં આવ્યા હતા. જિલ્લામાં હાલમાં 486 દર્દીઓ સજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 36 દર્દી એડમિટ છે અને 14ના મોત થયા છે. સોમવારે 15 દર્દીઓને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી હતી. અત્યાર સુધીમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ બોડેલી તાલુકાના 185 નોંધાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો