કાર્યવાહી:છોટાઉદેપુરના ખોસ વસેડીથી દારૂ સાથે 5 મહિલા સહિત 6 ઝડપાયા

છોટાઉદેપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખોસ વસેડી ગામેથી કિ.રૂ. 61 હજારના વિદેશી દારૂ સાથે  એક ઇસમ તથા 5 મહિલાઓ ઝડપાઈ હતી. - Divya Bhaskar
ખોસ વસેડી ગામેથી કિ.રૂ. 61 હજારના વિદેશી દારૂ સાથે એક ઇસમ તથા 5 મહિલાઓ ઝડપાઈ હતી.
  • 61 હજારનો દારૂ, ગાડી મળી કુલ રૂા.1.61 લાખનો મુદ્દામાલ જપ્ત

છોટાઉદેપુરના ખોસ વસેડી ગામેથી કિ.રૂ. 61,079ના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમ તથા પાંચ મહિલાઓને ઝડપી લેવામાં આવ્યા હતા. છોટાઉદેપુર એલસીબી પીઆઈ વી.બી.કોઠીયાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે ખોસ વસેડી ગામના બસ સ્ટેન્ડ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ કિ.રૂા.61,079 તથા હેરાફેરીમાં લીધેલ સફેદ મહીન્દ્રા મેકસ ફોર વ્હીલર ગાડી કિં.રૂા1 લાખ મળી કુલ કિ.રૂા.1,61,079ના મુદ્દામાલ સાથે એક ઇસમ તથા પાંચ મહિલાઓને ઝડપી પાડી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવી છે.

છોટાઉદેપુર એલસીબી ટીમ દ્વારા એક ઈસમ સુરેશ રાઠવા રહે.ખડખડ પટેલ ફળીયુ તા.જિ. છોટાઉદેપુર તથા 5 મહિલા કાળીબેન રાઠવા, સમદીબેન રાઠવા બંને રહે. ચીસાડીયા આંધડી ફળીયુ તા.જિ છોટાઉદેપુર, ચતુરીબેન ધાણક, રેખાબેન ધાણક, બુડીબેન ધાણક ત્રણે રહે.કોલીયાથોર હોળી ફળિયું તા.જિ. છોટાઉદેપુરને મેક્સ પિકપ ગાડીમાં ભરેલા વિદેશી દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...