તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:કોરોનામાં માતા-પિતા ગુમાવનાર છોટાઉદેપુર જિ.ના 6 બાળકોને માસિક ~4000ની સહાય અપાશે

છોટાઉદેપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા રાજયના મથકોએ ઉપસ્થિત બાળકોના પાલક વાલીઓ સાથે સંવેદનાસભર સંવાદ યોજાયો. - Divya Bhaskar
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા રાજયના મથકોએ ઉપસ્થિત બાળકોના પાલક વાલીઓ સાથે સંવેદનાસભર સંવાદ યોજાયો.
  • મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા વર્ચ્યુઅલ લોન્ચિંગ કાર્યક્રમમાં જાણ કરાઇ

કોરોના કાળમાં માતા-પિતા ગુમાવનાર જિલ્લાના 6 બાળકોને માસિક રૂા.4000ની સહાય આપવામાં આવશે. મુખ્યમંત્રી બાલ સેવા યોજના અંતર્ગત કોરોના કાળમાં માતા-પિતાની છત્ર છાયા ગુમાવનાર બાળકોને રૂા.4000ની માસિક સહાય આપવા માટેની યોજનાના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા વર્ચ્યુઅલ લોન્ચિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વર્ચ્યુઅલ લોન્ચિંગ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાકાળ દરમિયાન માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર 6 બાળકોને મુખ્યમંત્રી બાલ સેવા યોજના અંતર્ગત માસિક રૂા.4000ની સહાય ચૂકવવામાં આવશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં રાજયવ્યાપી વર્ચ્યુઅલ લોન્ચિંગ કાર્યક્રમ દરમિયાન અમદાવાદ જિલ્લામાં-42, અમરેલી-19, અરવલ્લી-26, આણંદ-39, કચ્છ-31, ખેડા-36, ગાંધીનગર-6, ગીર સોમનાથ-16, છોટાઉદેપૂર-6, જામનગર-24, જૂનાગઢ-28, ડાંગના-11, તાપીના-17, દાહોદના-22, દેવભૂમિ દ્વારિકાના-13, નર્મદાના-12, નવસારીના-30, પંચમહાલ-30, પાટણ-22, પોરબંદર-11, બનાસકાંઠા-21, બોટાદ-13, ભરૂચ-19, ભાવનગર-42, મહિસાગર-9 તેમજ મહેસાણા-22, મોરબી-12, રાજકોટ-58, વડોદરા-32, વલસાડ-26, સાબરકાંઠા-36, સુરત-29 અને સુરેન્દ્રનગરના-16 મળી કુલ 33 જિલ્લાના 776 નિરાધાર બાળકોને 31 લાખ 4 હજારની સહાય મુખ્યમંત્રીએ અર્પણ કરી હતી.

વર્ચ્યુઅલ લોન્ચિંગ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના મથકોએ ઉપસ્થિત બાળકોના પાલક વાલીઓ સંવેદનાસભર સંવાદ સાધી બાળકોના દિવંગત માતા-પિતા અંગે પૃચ્છા કરી હતી. છોટાઉદેપુર ખાતે આયોજીત કાર્યક્રમમાં જિલ્લા કલેકટરની સાથે અધિક નિવાસી કલેકટર બારિયા, સમાજ સુરક્ષા અધિકારી ભાર્ગવી નિનામા, જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી/કર્મચારી, લાભાર્થી બાળકો અને પાલક વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...